આઈસીસીએ સ્ટોક્સને સચિન કરતા વધુ સારો ખેલાડી કહેતા ટિ્‌વટર યૂઝર્સ ભડક્યા

536

મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ટ્‌વીટર પર ફેન્સે ભારે વિરોધ કર્યો હતો. આઈસીસીએ વર્લ્ડ કપ દરમિયાન એક બેન સ્ટોક્સ અને સચિન તેંડુલકરનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, વિશ્વનો સૌથી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે. ૨ દિવસ પહેલા બેન સ્ટોક્સે હેડિંગ્લે ટેસ્ટમાં ૧૩૫ રનની ઇનિંગ્સ રમતા આઈસીસીએ એજ ટ્‌વીટને ક્વોટ કરતાં લખ્યું કે, “અમે તો પહેલા જ કીધું હતું.” આઈસીસીએ સ્ટોક્સને સચિન કરતા વધુ ચડિયાતો કહેતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા.

યૂઝર્સે કહ્યું કે, મને લાગે છે કે સચિન આના કરતા વધારે આદરનો હકદાર છે .. ૯૦ના દાયકાના અંતમાં તેણે પોતાની ભારતીય ક્રિકેટ ટીમને ઘણા બધા સમયે પોતાના ખભા પર ઉભી કરી હતી. એકમાત્ર ફરક .. તે દરમિયાન કોઈ ટિ્‌વટર નહોતું ..

તમે કહી રહ્યાં છો તેથી એવું ન વિચારો કે અમે માનીશું, સચિન સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે, બાકી બધું ક્રિકેટ જગતમાં તેના પછી શરૂ થાય છે. સમજાઈ ગયું?

બીજી ટ્‌વીટમાં કહ્યું કે ૫૪ની એવરેજથી ૧૫૯૨૧ ટેસ્ટ રન, ૪૫ની એવરેજથી ૧૮૪૨૬ વનડે રન, સ્ટોક્સના ટેસ્ટમાં ૩૫ની એવરેજથી ૩૪૭૯ રન અને વનડેમાં ૪૦ની એવરેજથી ૨૬૨૮ રન છે. શું હું સદીની વાત કરું? બીસીસીઆઈએ આઈસીસીની વિરુદ્ધ પગલાં લઇને તેને સસ્પેન્ડ કરવું જોઈએ.

Previous articleભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરની સલાહઃ ’ધોનીનાં સંન્યાસ બાદ ચિંતા નહિ’
Next articleપેરા બેડમિંગ્ટનમાં ભારતની માનસી વર્લ્ડ ચેમ્પિયન બની, પીએમએ પાઠવી શુભેચ્છા