પેરા બેડમિંગ્ટનમાં ભારતની માનસી વર્લ્ડ ચેમ્પિયન બની, પીએમએ પાઠવી શુભેચ્છા

501

પેરા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભારતે ૧૨ મેડલ જીત્યા. મંગળવારે રમતગમત મંત્રી કિરણ રિજિજૂએ આ ખેલાડીઓને સન્માનિત કર્યા. પેરા બેડમિંટન ખેલાડીઓને પ્રથમવાર રોકડ ઇનામ આપવામાં આવ્યુ, જેના માટે નિયમ પણ બદલવામાં આવ્યા.

બુધવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. પીએમએ ટ્‌વીટ કર્યુ-‘૧૩૦ કરોડ ભારતીયોને પેરા બેડમિંટન દળ પર ખુબ જ ગર્વ છે. આ દળે બીડબલ્યૂએફ પેરા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ ૨૦૧૯માં ૧૨ મેડલ જીત્યા. સમગ્ર ટીમને ખુબ-ખુબ શુભેચ્છા. જેમની સફળતા ખુબ જ ખુશી આપનાર અને પ્રેરણાદાયી છે. આમાથી દરેક ખેલાડી અસાધારણ છે.’ આમાથી એક ખેલાડી છે માનસી જોશી. મહારાષ્ટ્રની રહેવાસી આ ખેલાડીએ મહિલા એકલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

માનસી જોસીને બાળપણથી જ બેડમિંટનમાં રસ હતો. મુંબઇમાં ભાભા અટોમિક રિસર્ચ સેન્ટરમાં પિતા કામ કરતા હતા અને અહિંયા જ માનસીએ આ રમતના ગુણો સમજ્યા. માનસીની રમતમાં સુધારો થવા લાગ્યો અને શાળા અને જિલ્લા સ્તરે તેને પુરસ્કાર મળવાના શરૂ થઇ ગયા. પરંતુ ૨૦૧૧માં તેમનું જીવન હંમેશા માટે બદલાઇ ગયુ. એક રોડ અકસ્માતમાં તે લગભગ બે મહિના માટે હોસ્પિટલમાં રહી.

Previous articleઆઈસીસીએ સ્ટોક્સને સચિન કરતા વધુ સારો ખેલાડી કહેતા ટિ્‌વટર યૂઝર્સ ભડક્યા
Next articleભારત સામેની બીજી ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૩ સભ્યોની ટીમ જાહેર કરી