ટીંબી ગામમાંથી પસાર થતો રોડ છેલ્લા ઘણા સમયથી મંજુર કરવા માટે માંગ કરેલ હતી તે રોડ આજે માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન ચેનભાઈ શિયાળના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. ટીંબી ગામના ત્રણ કિ.મી. રોડનું એક કરોડ ચાર લાખના ખર્ચે તાત્કાલિક અને સારા મટિરીયલથી બનાવવા માટે ચેતનભાઈ શિયાળ દ્વારા રોડનું કામ શરૂ કરવાયું હતું. જેમાં તાલુકા પંચાયતના સદસ્ય મનુભાઈ વાંજા ટીંબી વેપારી એસોસીએશન આગેવાનો માસુકદાદા તાલુકા પંચાયતના સભ્ય રસા ભગત વેપારી પ્રમુખ ભરતભાઈ સોની તેમજ માર્કેટીંગ યાર્ડના તમામ ડિરેકટર અને ટીંબી ગામના આગેવાનો સરપંચ, ઉપસરપંચ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતાં.