‘શેર કભી ઘાંસ નહીં ખાતા’ તેવી કહેવત આપણે લોકોના મુખેથી અવારનવાર સાંભળવા મળતી હોય છે. પરંતુ તુલસીશ્યામ વિસ્તારમાં જંગલનો રાજા ઘાસ ખાતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. હાલ લીલીછમ્મ હરિયાળી છવાઇ જતા ડુંગરાળ વિસ્તારમાં વીડીમાં ડાલામથ્થો સિંહ ઘાસ ખાય રહ્યો હોય લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા છે અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.વીડિયોમાં દેખાય છે તે સિંહ વયોવૃદ્ધ હોવાનું જણાય છે. ગીર જંગલમાં નેસડામાંથી માલધારીઓને ખદેડી દેતા સિંહોની દુર્દશા થઇ છે. સિંહોને મારણ ન મળતા સિંહ ઘાંસ ખાતો હોવાનું સિંહપ્રેમીઓમાં ચર્ચાઇ રહ્યું છે. આથી સિંહપ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. વીડિયોમાં સિંહ ઘાસ ખાય છે ત્યારબાદ ઉલ્ટી કરે છે.