અમદાવાદનાં ભાજપનાં નેતા ગુમ : ૧૫ દિવસમાં વાંધો ક્લિયર નહીં થાય તો મારી લાશ મળશે

505

ભાજપના નેતા જયંતિ ગઢિયા ઘરે ચિઠ્ઠી લખીને ગુમ થયા છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જયંતિ ગઢિયા નામના વેપારી કે જેઓ સ્થાનિક વિસ્તારમાં ભાજપનાં હોદ્દેદાર છે જે ઘરેથી ગુમ થઇ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગત ૨૨ તારીખે તેમના પુત્ર કૃણાલ દ્વારા રામોલ પોલીસને જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા સાણંદ દર્શન કરવા જવાનું કહી નીકળી ગયા છે અને પરત નથી આવ્યા. જે બાદ  દોડધામ મચી ગઈ છે. પોલીસે તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી છે.

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહેન્દ્ર કાનજી ભાઈ પટેલ પાસેથી તેમણે શેડ ખરીદ્યો હતો. જયારે ખરીદ્યો ત્યારે મહેન્દ્ર પટેલ દ્વારા લખાણ આપવામાં આવ્યું હતું કે તે શેડમાં ઈલેક્ટ્રીસીટી લાઈન તે નખાવી આપશે. અનેક વખત રજૂઆત બાદ પણ શેડમાં લાઈટ આવી નહોતી. બાદમાં જયંતીભાઈને ખ્યાલ આવ્યો હતો કે તે શેડમાં અન્ય પાર્ટનર પણ છે અને હાલમાં શેડને લઈને મામલો કોર્ટમાં છે. મામલો કોર્ટમાં હોવાના કારણે ઈલેક્ટ્રીસીટી આવી શકતી નથી તેના કારણે જનરેટરનો ઉપયોગ કરવો પડે છે . જેથી ડીઝલનો હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. આવા કારણોસર તે ઘરેથી નીકળી જતા રામોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ ચિઠ્ઠીમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે મહેન્દ્રભાઇ કાનજીભાઇ પટેલે મને જે વેચાણ કરાર આપેલ તેની શરતોનું પાલન નથી કરતા. એટલે હું બહું જ કંટાળી ગયો છું. એટલે મને તમે વાંઘો ક્લિયર કરી આપશો નહીં તો ભાઇ અમદાવાદનાં કોઇ ખૂણામાંથી મારી લાશ મળશે.’ તેમણે આગળ લખ્યું છે કે, મારા પરિવારને મારો સંદેશ છે કે તેઓ મારા મિત્રોનો સહારો લેજો અને આ જગ્યા ક્લીયર કરાવજો.’

Previous articleપ્રેમિકાના પરિવારજનોએ માર માર્યા બાદ યુવાન લાપતા, આપઘાત કર્યાની આશંકા
Next articleપાટનગરના માર્ગો પર બેફામ ડ્રાઈવિંગનો વીડિયો ફરતો થયો