ગાંધીનગરમાં બેફામ ગતિને જોખમી રીતે બાઈક ચલાવતા બે યુવકોનો વીડિયો હાલ ફરતો થયો છે. જોખમી રીતે બાઈક ચલાવીને પોતાના જીવ સાથે લોકોના જીવને જોખમમાં મુકતા છાટકા થયેલા યુવકોનો વીડિયો કોઈ જાગૃત નાગરિક ગાંધીનગર કલેક્ટર એસ. કે. લાંગા, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિતના અધિકારીઓને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં કયા રોડનો છે, કયા સમયનો છે અને બાઈકનો નંબર શું તે સ્પષ્ટ રીતે જાણી શકાતું નથી.
પોલીસે હાલ આંતરિક રીતે વીડિયો ક્યાંનો અને કયા સમયનો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે જેથી કરીને સીસીટીવીની મદદથી બાઈક નંબરના આધારે યુવકો સુધી પહોંચી શકાય.