પાલિતાણા હાઈસ્કુલ- પાલિતાણાના એનએસએસ યુનિટ દ્વારા સમાજ સેવા અને વ્યકિત્વ વિકાસના સંદર્ભમાં ખાસ શિબિર તા. ર૪-ર-ર૦૧૮ થી ર-૩-ર૦૧૮ સુધી લુવાર ગામે યોજાઈ તેનો ઉદ્દઘાટન સમારંભ લુવાર ગામે એજયુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહજી સરવૈયા અને સેક્રેટરી નરેન્દ્રભાઈ પંડયા અને ટ્રસ્ટના સભ્ય આર.આર.શેઠ અને અશોકભાઈ પંડયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમાં શાળાના આચાર્ય એમ.એચ. કલસરીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું અને પ્રોગ્રામ ઓફિસર આર.એ. વિરાદા દ્વારા ખાસ શિબીરનો અહેવાલ આપવામાં આવ્યો હતો. એજયુકેશન સોસાયટીના સભ્યોએ શુભેચ્છા પાઠવેલ પ્રેરક ઉદ્દબોધન ડી.એસ.બાલધિયાએ આપેલ અને સમગ્ર સમારોહનું સંચાલન જે.એ. ગોહિલે કર્યુ હતું.