બરવાળા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ કાર્યક્રમ ભીમનાથ મહાદેવ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બરવાળા તાલુકાની હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બરવાળા ગર્લ્સ હાઈસ્કુલની વિધાર્થીનીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં શ્રેષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું આ પ્રસગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બરવાળા તાલુકા કક્ષાનો ” યુવા મહોત્સવ ” કાર્યક્રમ તા.૨૭/ના રોજ ભીમનાથ મહાદેવ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બરવાળા તાલુકાની તમામ હાઈસ્કુલ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બરવાળાની શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો અને જુદી જુદી સ્પર્ધાઓમાં સિધ્ધી હાંસલ કરી હતી જેમાં ભજન સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર અંજલી રાજેશભાઈ, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર અબિયાણી દિવ્યા અલ્પેશભાઈ, લોકગીત સ્પર્ધામાં દ્રિતીય નંબર ધોલેરીયા પૂજા કિશોરભાઈ, ચિત્ર સ્પર્ધામાં દ્રિતીય નંબર સંચલીયા પાયલ રમેશભાઈએ યુવા મહોત્સવમાં ભાગ લઇ શ્રેષ્ટ પ્રદર્શન કરી સિધ્ધિ હાંસલ કરી શાળાનું ગૌરવ વધારતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.