રાષ્ટ્રીય શાયર નું બિરૂદ મેળવનાર ઝવેરચંદ મેઘાણીએ રાણપુર ને પોતાની કર્મભુમિ બનાવી અને એ સમયમાં ઝવેરચંદ મેઘાણી બોટાદ થી રાણપુર ટ્રેન માં ડેઈલી અપડાવુન કરતા હતા અને રાણપુરની મધ્યમાં આવેલ એ.ડી.શેઠ હોસ્પિટલ (ફુલછાબ દવાખાનું) માં લિંબડા નીચે બેસી પોતાનું કાર્ય કરતા હતા તે લિંબડો આજની તારીખમાં પણ ત્યા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે આજરોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની ૧૨૩ મી જન્મજયંતી નિમિત્તે રાણપુરમાં માલધારી ચોક ખાતે માલધારી સમાજ અને ગોવાળીયા ગૃપ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાં ને ફુલહાર પહેરાવી ને તેમની જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માલધારી સમાજના આગેવાન મનિશભાઈ ખટાણા, વાલાભાઈ પરમાર, રામાભાઈ ભરવાડ, ગોપાલ બોળીયા, બટુકભાઈ સભાડ ,કિર્તિભાઈ સોની, નિલેશ પરમાર, અરજણભાઈ પરમાર સહીત માલધારી સમાજ ના લોકો અને ગોવાળીયા ગૃપના સભ્યો તથા અન્ય લોકોની હાજરીમાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા ને ફુલહાર પહેરાવી ૧૨૩ મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.