રો રો ફેરીની શીપમાં જતો ટ્રક દરિયામાં ખાબકયો

638

ઘોઘા-દહેજ ફેરી સર્વીસ શરૂ થયા બાદ સમયાંતરે કાઈકને કાઈક વિઘ્નો આવ્યા કરે છે અને આ સ.વસ સતત ચર્ચામાં રહ્યા કરે છે ત્યારે આજે સવારે રો પેક્સ સ.વસમાં દહેજ જવા માટે ચડાવાઈ રહેલા ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક દરિયામાં ખાબક્યો હતો. જો કે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સુવાનસિંહ રાજપુત (ઉ.વ.રર) તથા બજરંગસિંહ રાજપુત (ઉ.વ.રર) બન્ને રહે યુ.પી.ને બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારની ટ્રીપમાં ઘોઘાથી દહેજ જવા માટે રો પેક્સ સ.વસમાં ચડાવાઈ રહેલા ટ્રક નં.જીજે ૦૫ ટીવાય ૬૪૭૩ નંબરના ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા સ્પામ પરથી ટ્રક નિચે દરિયાના પાણીમાં ખાબક્યો હતો. આ બનાવથી હાજર તમામ લોકો ડઘાઈ ગયા હતા જો કે તુરંત જ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને તરવૈયાઓની મદદથી બચાવી લેવાયા હતા. આ બનાવ બનતા ઘોઘા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleહાથબનાં વાડી વિસ્તારમાં શેઢા તકરારમાં થયેલી હત્યાનાં આરોપીને આજીવન કેદ
Next articleવરતેજના યુવાન પર ફરિયાદકા ગામે ફાયરીંગ