છેલ્લા અઢાર દિવસથી ભાવનગર શહેરના લોકોને મહાપાલિકા દ્વારા એકાંતરે પાણી દેવામાં આવતું હતું. તે પાણી પુરવઠો હવે તા. ર૯ના રોજથી રાબેતા મુજબ આપવામાં આવશે. સેવાસદન ખાતે મેયર મનભા મોરી, સ્ટે. કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશ્નર ગાંધીએ પત્રરકાર પરિષદમાં વિગતો આપી હતી. આ બેઠકમાં ડે. મેયર અશોકભાઈ બારૈયા, વોટર વર્કસ કમિટિ ચેરપર્સન જલવીકાબેન ગોંડલીયા, સીટી એન્જી. ચંદારાણા હાજર રહેલ. નેતા પરેશ પંડયા વિગેરે તાજેતરમાં ૧પ દિવસ પહેલા ભારે વરસાદના કારણે કુદરતી આપતીમાં નાવડા પમ્પીંગ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા ભાવનગર શહેર તેમજ સૌરાષ્ટ્ર ઝોનને મહીપરીએજ યોજના હેઠળ મળતું પાણી બંધ થઈ ગયેલ હતું. જેના કારણે ભાવનગર શહેરને પ્રતિદીન ૪પ થી પ૦ એમ.એલ.ડી. પાણીની ઘટ ઉભી થવા પામતા શેત્રુંજી ડેમના રો-વોટર ઉપર આધાર રાખવો પડે તેમ હોવાથી અંદાજીત ૧પ દિવસ સુધી શહેરમાં એકઆંતરા પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને મહાપાલિકાના તંત્રના સહિયારા પ્રયત્નથી નાવડા પમ્પીંગ સ્ટેશન પુર્વવત શરૂ કરવામાં આવેલ છે, આવતીકાલથી શહેરીજનોને પહેલાની જેમ (અઠવાડીયે એક પાણી કાપ સાથે) નિયમીત પણે પાણીમળતુ થઈ જશે.
નાવડા પમ્પીંગ સ્ટેશનને વહેલીતકે શરૂ કરવાના પ્રયત્નોમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના અધિકારી પ્રવિણભાઈ પટેલનું તથા ડ્રાઈવરનું અકાળે માર્ગ અકસ્માતમાં અવસાન થતા દુઃખની લાગણી વ્યકત કરેલ. એકાંતરે પાણી વિતરણના સમયગાળા દરમ્યાન શહેરીજનોએ આપેલ સહકારની સરાહના કરીએ છીએ તેમજ આ સમયગાળા દરમ્યાન પાણીનો કરકસરપુર્વક ઉપયોગ કરી તંત્રને સહયોગ આપવા બદલ શહેરીજનોના કોર્પોરેશન આભાર વ્યકત કરેલ.