શહેરના ઈસ્કોન નજીક હિમાલીયા મોલ પાસે આજે બપોરના સમયે રિસાઈને પિયર ગયેલી પત્ની ઉપર પતિએ સરાજાહેર ધડાધડ ફાયરીંગ કરતા સનસનાટી મચી જવા પામેલ. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જયારે યુવાન નાસી છુટયો હતો. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઈસ્કોન મેગા સીટીમાં રહેતી હાર્વિ એમ. મોરડીયા (ઉ.વ.૧૯) નામની યુવતએ કરણ પ્રદિપભાઈ ચોઈથાણી નામના સીંધી યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ છેલ્લા ત્રણેક માસથી મનદુઃખ થતા હાર્વિ તેના પિયર રહેવા આવી ગયેલ દરમ્યાન આજે બપોરના સમયે તે કોલેજ જતી હતી ત્યારે તેનો પતિ કરણ આવી ગયેલ અને હિમાલીયા મોલ નજીક જાહેરમાં હાર્વી ઉપર પોતાની પાસે રહેલી બંદુકમાંથી ધડાધડ ફાયરીંગ કરતા હાર્વિને પીઠ ઉપર ગોળી વાગતા લોહી લુહાણ હાલતે સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ આ બનાવથી લોકોના ટોળા એકઠા થતા કરણ નાસી છુટયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને કરણને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં.