ભાવનગરના છેવાડે આવેલ વરતેજ ખાતે રહેતા યુવાન પર ગત મોડીરાત્રીના ફરીયાદકા ગામ નજીક ગાડી સામે સામે આવી જતા બે યુવાનોએ ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા યુવાનને ગંભીરઈજા થતા સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે જ્યારે બનાવની જાણ થતા સીટીડીવાયએસપી મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે બાદ હોસ્પિટલ દોડી ગયો હતો. બનાવ અંગે યુવાકના પિતાએ બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનને વધુ સારવાર માટે અમદવાદ ખસેડાયેલ છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરતેજ ખાતે રહેતા સુર્યપ્રતાપસિંહ ઉદયસિંહ મોરી ઉ.વ.૪૨ ગત રાત્રીના તેમના સંબંધી નાનાભાઈ રૂપાભાઈને ફરીયાદકા ગામે મુકવા ગયા હતા અને પરત ફરતા સમયે ફરિયાદકા નજીક પોતાની ગાડી અને અન્ય ગાડી સામ સામે આવી જતા હટાવવા બાબતે બોલાચાલી થતા ભીકડા ગામના સુરુભા બચુભા ગોહિલ અને યુવરાજસિંહ ગોહિલે તેની પાસે રહેલી બંદુકમાંથી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા સુર્યપ્રતાપસિંહને ઈજા થતા તેમને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યારે સીટીડીવાયએસપી મનિષ ઠાકર પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બનાવ અંગે સમગ્ર વરતેજ પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત સુર્યપ્રતાપસિંહના પિતા ઉદયસિંગ રામસિંહ મોરીએ વરતેજ પો.સ્ટે.માં ભીકડા ગામના બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭, ૩૩૪, ૧૩૫ ૨૫(૧) આર્મ્સ એક્ટ બીએ સહિતની કલમો સાથે ગુનો નોંધી વધુ તપાસ હે.કો.ચુડાસમા ચલાવી રહ્યા છે. ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે આજે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.