પ્રો કબડ્ડી : હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્‌સને ૪૧-૨૫થી હરાવ્યું

815

દિલ્હીના ત્યાગરાજ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી પ્રો કબડ્ડી સીઝન-૭ના ૬૨મા મુકાબલામાં હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્‌સને ૪૧-૨૫ના મોટા અંતરથી માત આપી હતી. હરિયાણા માટે આ જીતના હીરો રહેલા ચૂકેલા વિકાસ કંડોલા (૮ રેઇડ પોઇન્ટ્‌સ), પ્રશાંત કુમાર (૮ રેડ પોઇન્ટ્‌સ) રાય અને વિનય (૫ રેઇડ પોઇન્ટ, ૨ ટેકલ પોઇન્ટ્‌સ) પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ ડિફેંન્સમાં હરિયાણા માટે રવિ કુમારે હાઇ ફાઇવ (૬ ટેકલ પોઇન્ટ્‌સ) પુરા કર્યા તો વિકાસ કાલેએ પણ ૪ ટેકલ પોઇન્ટ પ્રાપ્ત કર્યા. ગુજરાત માટે આ મેચમાં સુનીલ અને પરવેશની જોડી નિષ્ફળ રહી અને રેડિંગમાં પણ તેમના માટે અબુલફઝ્‌મ મકસૂદલૂ જ સૌથી વધુ રેડ પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. પ્રથમ હાફની શરૂઆતમાં હરિયાણાએ મેચમાં પકડ મજબૂત કરી લીધી હતી, અને તેના પાયાની તૈયારી હરિયાણા સ્ટાર રેડર વિકાસ કંડોલાએ કરી હતી. જેમણે ૧૨મી મિનિટમાં જ સુપર રેડ કરતાં હરિયાણાને ગુજરાત પર ૧૫-૭થી બઢત પ્રાપ્ત કરી લીધી. ગુજરાત તરફથી અબુફઝલ ટીમને વાપસી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ પ્રથમ હાફ સુધી ગુજરાત ૯ પોઇન્ટ પાછળ હતી અને સ્કોર ૨૦-૧૧ હતો.

બીજા ફાફમાં હરિયાણાએ પહેલા હાફ કરતાં પણ સારું પ્રદર્શન કર્યું અને વિકાસ સાથે પ્રશાંત કુમાર રાય અને વિનય કુમાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં ગુજરાતને ત્રીજી વાર ઓલઆઉટ કરી દીધું હતું.આ મેચ પહેલાં ગુજરાતે તેની ૧૦માંથી છ મેચો ગુમાવી હતી. જોકે, તેણે જીતેલી ચારમાંથી છેલ્લી મેચના વિજયે ટીમમાં નવા પ્રાણ પૂર્યા છે. આ મેચ અગાઉ ટીમ ૨૫ પોઈન્ટ સાથે આઠમા ક્રમમે હતી જ્યારે હરિયાણા સ્ટિલર્સ ૧૦ મેચમાં ચાર હાર અને છ વિજયથી ૩૧ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે હતી.

Previous articleશૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની ઈલાવેનિલે ગોલ્ડ મેડલ જીત્યો
Next articleતેંડુલકરે વૃદ્ધાશ્રમમાં જઈ મહિલાઓ સાથે કેરમ રમીને ‘રાષ્ટ્રીય ખેલદિવસ’ ઉજવ્યો