ભારત રત્ન સમ્માનિત સચીન તેંડુલકરે આજનો રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો છે. તેઓ અત્રે બાન્દ્રા ઉપનગરમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં ગયા હતા અને ત્યાંની મહિલા રહેવાસીઓને મળ્યા હતા.તેંડુલકર સેન્ટ એન્થનીઝ ઓલ્ડ એજ હોમ ખાતે રહેતી વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમ્યા હતા અને એમનાં આશીર્વાદ મેળવ્યા હતા.મહિલાઓ સાથે કેરમ રમતાં તેંડુલકરે પોતાનો ૪૫-સેકંડનો વિડિયો ટિ્વટર પર શેર કર્યો છે. વિડિયોમાં તેંડુલકર મહિલા રહેવાસીઓ સાથે આનંદથી વાતો કરતાં પણ જોઈ શકાય છે.
Home Entertainment Sports તેંડુલકરે વૃદ્ધાશ્રમમાં જઈ મહિલાઓ સાથે કેરમ રમીને ‘રાષ્ટ્રીય ખેલદિવસ’ ઉજવ્યો