મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પોટ્ર્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ દિગ્ગજ હોકી ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. નવી દિલ્હીમાં ફીટ ઈન્ડિયા મુવમેન્ટના પ્રારંભ સમયે, પીએમ મોદીએ કહ્યુંઃ “આ દિવસે એક મહાન ખેલ ખેલાડી, મેજર ધ્યાનચંદનો જન્મ થયો. તેમણે તેમની તંદુરસ્તી, સહનશક્તિ અને હોકીની સ્ટિકથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી.”
કિરેન રિજિજુએ કહ્યું કે, “આજે દરેક જણ જાણે છે કે રાષ્ટ્રીય રમતગમત દિવસ ધ્યાનચંદના જન્મદિવસ પર છે. તેઓ લાંબા સમયથી આપણું ગૌરવ હતા. વૈશ્વિક સ્તરે જનાર પ્રથમ ભારતીય હતા અને ભારતને ગૌરવ અપાવ્યું હતું. તે હોકી વિઝાર્ડ તરીકે જાણીતા હતા. આજે ઓલિમ્પિયન હોકીના તમામ ભૂતપૂર્વ ખેલાડીઓએ મળીને ચાંદને શ્રદ્ધાંજલિ આપી હતી.
રિજિજુએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવનાર ’ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’ ભારતને રમતગમતના પાવરહાઉસ તરીકે વિકસાવશે. તેમણે કહ્યું કે, “હું દરેક ભારતીયને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થનારી ’ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’માં જોડાવા વિનંતી કરું છું. અમે ભારતમાં રમતગમતની સંસ્કૃતિ અને માવજતની ચળવળનો વિકાસ કરીશું.