ટેક્સ સ્લેબને રિવાઇઝ કરવાથી ૨-૩ વર્ષ સુધી રેવેન્યૂમાં ધટાડો થઇ શકે છેઃ સરકારી સિમિત

336

ડાયરેક્ટ ટેક્સ કોડ માટે બનાવવામાં આવેલી પેનલે નાણાં મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં સમિતિએ સલાહ આપી છે કે હાલ ૫ %, ૨૦ % અને ૩૦ % ટેક્સ સ્લેબની બદલે ૫ %, ૧૦ % અને ૨૦ % ટેક્સ સ્લેબ રાખવા જોઇએ. એક અન્ય રિપોર્ટ મુજબ, ૧૦થી ૨૦ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૦ % ટેક્સ લાદવાની સલાહ આપવામાં આવી છે. હાલ ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ % કર લાગે છે. સમિતિએ ૨૦ લાખથી ૨ કરોડ રૂપિયાની આવક પર ૩૦ % કરનો પ્રસ્તાવ આપ્યો છે. ૨.૫ લાખથી ૫ લાખ રૂપિયા સુધીની આવક પર હાલ ૫ % ટેક્સ લાગે છે. ૫ લાખથી ૧૦ લાખ રૂપિયાની આવક પર ૨૦ % અને ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ % કર લાગે છે. સમિતિએ જણાવ્યું છે કે, ટેક્સ સ્લેબને રિવાઇઝ કરવાથી ૨-૩ વર્ષ સુધી રેવેન્યૂમાં ઘટાડો થઇ શકે છે, પરંતુ ત્યારબાદ કર ભરવામાં લોકોને સરળતા રહેશે. કર ચોરી પણ રોકાશે. એક મધ્યસ્થતા પેનલનું ગઠન પણ કરવું જરૂરી છે, જેનાથી ટેક્સ વ્યવસ્થાના પાલનને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત સમિતિએ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને પણ સમાપ્ત કરવાની સલાહ આપી છે. પેનલે જણાવ્યું છે કે, કંપનીઓના એ ડિવિડન્ડ ઇન્કમ પર ટેક્સ લેવો જોઇએ જેનો ભાગ તેમણે શેરહોલ્ડર્સને આપ્યો નથી. ડીડીટીને કારણે કંપનીઓએ બમણો ટેક્સ આપવો પડી શકે છે. આના પર ૧૨ % સરચાર્જ અને ૩ % સેસ પણ લાગે છે. આ ઉપરાંત પેનલે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને પણ યથાવતા રાખવાનું સૂચન કર્યું છે.

Previous articleપીએમ મોદી અને સ્પોટ્‌ર્સ મિનિસ્ટર રિજિજુએ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
Next articleવેચવાલીની વચ્ચે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ઘટીને બંધ