વરાછા વિસ્તારમાં આવેલા મારૂતિ ચોકથી આગળ આવેલી જવાહર નગર સોસાયટી વિસ્તારમાં બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. મુખી ભવન એપાર્ટમેન્ટની ઉપર આવેલા મોબાઈલ ટાવરના જનરેટરના વાઈબ્રેશનથી લોકોના ઘરના સ્લેબના પોપડા તૂટી પડ્યાં હતાં. જેથી લોકોએ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. બાદમાં મોબાઈલ ટાવર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુખ એપાર્ટમેન્ટમાં છતના પોપડા પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગે તપાસ કરતાં એપાર્ટમેન્ટની છત પર આવેલા મોબાઈલ ટાવરના જનરેટના વાયબ્રેશનના કારણે છતના પોપડા પડતાં હોવાનું સામે આવ્યું હતું. ભયના માર્યા લોકોએ ફાયરબ્રિગેડને ફોન કરીને મદદ માંગી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સ્થળ પર આવીને તપાસ હાથ ધરી હતી. બાદમાં છત પર રહેલા મોબાઈલ ટાવરને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.