સિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બટુકભાઈ ઠાકર વય મર્યાદાના કારણે તા.૨૮-૨-૧૮ના રોજ નિવૃત્ત થવાના હોય જે અનુસંધાને આજરોજ સિહોર પંચમુખા પોલીસ ચોકી ખાતે સિહોર બ્રહ્મસમાજ દ્વાર ફુલહાર તથા મોમેન્ટો આપી સન્માનીત કરી વિદાય આપી હતી આગામી દિવસોમાં તેમની તંદુરસ્તી ખુબ સારી રહે તેથા સમાજના કાર્યોમાં બાકીનું જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવેલ આ સન્માન સમયે બટુકભાઈ ઠાકરે જણાવેલ કે મારી ૨૧ પોલીસ સ્ટેશનમાં બદલીઓ સાથે નોકરી કરેલ પંરતુ સિહોર જેવો પ્રેમ તથા નગરજનો એમનો પ્રેમ આપ્યો તે હુ ક્યારેય નહી ભુલુ આ પ્રસંગે બ્રહસમાજના અજયભાઈ શુક્લ, કૌશિકભાઈ વ્યાસ, કેતનભાની મુકેશભાઈ જાની, અલ્પેશભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ત્રિવેદી, ભરતભાઈ પંડયા, કિશોરભાઈ જોષી તથા શંકરમર કોકરા ઉપસ્થિત રહેલ.