એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા માર્કેડ યાર્ડના વેપારીઓ ટીડીએસના નવા નિયમોને લઇને મુંઝવણમાં છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયાના રોકડ ઉપાડ ઉપર ૨ ટકા ટીડીએસ લગાવવામાં આવતા કાયદાની મોહિતી નહીં આપે તો આગામી ૧ સપ્ટેમ્બરથી રોજગારથી અળગા રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા ૧ કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર ૨ ટકા ટીડીએસની જોગવાઈ કરી છે. આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહી આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા વેપારીઓને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ ૧ સપ્ટેમબરથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે. જ્યા સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો.
આ મામલે ઊંઝા એપીએમસી ના વાઇસ ચેરમેનનું કહેવું છે કે આ મામલે વેપારીઓ નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધવું જોઈએ. તેઓ અમારી માંગણી અને લાગણીને સમજીને આપું પગલું નહી ભરે તેવી વાત મૂકી હતી. હાલ તો સરકાર દ્વારા જો વેપારીઓને આગામી દિવસો આની યોગ્ય માહિતી નહી આપવામાં આવે તો આ વેપારીઓ ૧ સપ્ટેમબરથી પોતાના ધંધા વેપારથી અળગા રહેશે અને પોતાનો વિરોધ નોંધાવશે.
ઉલ્લેખનીય છે કે, ઊંઝાનું માર્કેટયાર્ડ એ ફફત મહેસાણામાં જ પ્રખ્યાત નથી પરંતુ એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ એ ઊંઝાને માનવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરીને જીરું, વરિયાળી, ઇસબગુલ, જેવા પાકોનું મોટા પાયે ખરીદ વેચાણ કરવામાં આવે છે. અહીં દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં આ માલને મોકલવાવમાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડનું વાર્ષીક ટર્ન ઓવરની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓનું વાર્ષીક ટર્ન ઓવર ૪૦૦૦ કરોડ આસપાસ છે. જ્યારે ઉનાળાની સિઝનમાં રોજનું ૫૦ કરોડનું ટર્ન ઓવર થાય છે. બિન સિઝનમાં ૫થી ૧૦ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ઊંઝા માર્કેટયાર્ડમાં થાય છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં ગુજરાત સાથે આજુબાજુના રાજ્યના જેવા કે રાજસ્થાન, મદયપ્રદેશના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે આવે છે. વર્ષોથી ઊંઝા માર્કેટયાર્ડ ની ઓળખ રહી છે કે અહીં જે ખેડૂત આવે છે તેને તેના માલનું તોલ થઈ ગયા બાદ તેને રોકડા પૈસા આપવામાં આવે છે. અને રોકડા પૈસા મળતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો પોતાનો માલ વેચવા ઊંઝા માર્કેટયાર્ડને પસંદ કરે છે.
ઊંઝા માર્કેટયાર્ડમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર અને બાજુના રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ખેડૂતો વિશેષ પોતાનો માલ લઈને આવતા હોય છે. ત્યારે આ વિસ્તારોમાં બેંકો દૂર દૂર આવેલી હોય છે. વાહન વ્યવહારની સુવિધાઓ પણ ખુબજ ઓછી હોય છે. આ વિસ્તારોમાં તેમજ આ વિસ્તારોમાં અહીંથી ચેક આપવામાં આવે તો ચેકમાં ભૂલ રહી જાય તો દૂરથી અહીં પરત આવવું પડે છે. ચેક ૧૦ કે ૧૫ દિવસ પછી ક્લિયર થાય છે.
પૈસા લેવા માટે ધક્કા ખાવા પડે છે. આ વિસ્તારોના ખેડૂતો પણ મોટે ભાગે અભણ હોવાથી ખેડૂતો પોતાના માલ સામે રોકડા પૈસાની માંગણી કરે છે. જો વેપારી રોકડા પૈસા ના આપે તો તેઓ ઊંઝા માર્કેટયાર્ડના આવીને તેના નજીકના માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવા જશે. જેનો ભય હાલ વેપારીઓને સતાવી રહ્યો છે. સાથે વેપારીઓ પોતાના ધંધાથી ૧.૫૦ કમિશન પ્રાપ્ત થાય છે. જ્યારે તેને ટીડીએસ પેટે ૨ ટકા ભરવાના થશે તેથી પણ તેઓ નારાજ છે.