ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્‌યો તો તગડો દંડ ભરવો પડશે

570

ગુજરાતમાં રહેતા લોકમાં મોટાભાગના લોકો ટ્રેફિક નિયમનું પાલન કરતા નથી. આવા લોકો હવેથી સાવધાન થઇ જાઓ. જો નિયમોનું પાલન નહીં કરોતો ભારે દંડ ભરવો પડશે. મોટર વિહીકલ એક્ટ ૨૦૧૯માં ફેરફાર કરવામાં આવ્યા છે. આરટીઓના ૧૭ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે.

નવા નિયમો પ્રમાણે જો નિયમનો ભંગ કર્યો તો મસમોટો દંડ ભરવો પડશે. કારણ કે નવા નિયમમાં ફાયદો પણ થશે અને જો નિયમની ઐસીતૈસી કરી તો નુકસાન પણ થશે. સૌથી પહેલો નિયમ એ છે કે આધારા કાર્ડ ફરજિયાત કરવામાં આવશે. આરટીઓ કચેરીમાં આધાર કાર્ડની કોઈ કિંમત નથી.

કારણ કે પુરાવા તરીકે આધાર કાર્ડ આપે તો માન્ય ગણાતું નથી. જોકે નવા નિયમ પ્રમાણે લાઇસન્સ કે વાહનોની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના કારણે નવા નિયમ લાગુ થયા બાદ અરજદાર પુરાવા તરીકે આધાર કાર્ડ આપી શકશે. જેના કારણે અરજદારોને રાહત મળશે.

તેમજ હિટ એન્ડ રનના કેસના નિયમ પણ બદલાશે. જોકે હાલમા આ હિટ એન્ડ રનના કેસમા માત્ર ૨૫ હજાર રૂપિયા જ ચુકવવામાં આવે છે. જે વધારીને ૨ લાખ કરવામાં આવશે. જોકે નશામાં ડ્રાઈવિંગ કરવો એક ગુનો છે. તેમ છતા પણ નશાની હાલતમાં લોકો ડ્રાઈવિગં કરતા હોય છે. અને બીજા વાહન ચાલકોને પણ નુકસાન કરતા હોય છે. ત્યારે નશાની હાલતમાં ડ્રાઈવિંગ ન કરે તે માટે દંડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

લઘુત્તમ દંડ રૂ.૨ હજારથી વધારીને ૧૦ હજાર કરવામાં આવ્યો છે. તો ભયાનક રીતે વાહન ચલાવવા માટેનો દંડ ૧ હજારથી વધારીને ૫ હજાર સુધીનો કરવામાં આવશે. જોકે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઘણા લોકો લાઇસન્સ વગરના ડ્રાઈવિંગ કરતા હોય છે. ત્યારે નવા નિયમોમા તો દંડની રકમ વધી જશે.જોકે અત્યારે ૫૦૦ રૂપિયા છે. જે વધારીને ૫ હજાર રૂપિયા થશે. તેમજ ઓવર સ્પીડ ગાડી હશે તો ૪૦૦થી વધારીને ૧ હજારથી ૨ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

ત્યારે આરટીઓ એસ. પી. મુનિયાએ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવા નિયમો કારણે સોફ્‌ટવેર પણ અપડેટ કરવુ પડશે. અને સિસ્ટમ સજ્જ થયા બાદ અમલવારી શરુ થશે. ત્યારે લોકોને પણ અપીલ કરતા કહ્યુ હતુ કે લોકો આરટી ઓના નિયમનુ પાલન કરે.

Previous articleભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીની હોટલોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા
Next articleINX કેસમાં ચિદમ્બરમની અરજી પર પાંચમીએ ચુકાદો