પાકિસ્તાન બિનજવાબદારીપૂર્વક આડેધડ નિવેદન કરીને માહોલ ખરાબ કરવાના પ્રયાસમાં છે તેમ આજે વિદેશ મંત્રાલયે જણાવીને પાકિસ્તાન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, વિશ્વના દેશો પાકિસ્તાની ચાલને હવે સારી રીતે સમજી ચુક્યા છે જેથી આનાથી પાકિસ્તાનને કોઇ ફાયદો થશે નહીં. વિદેશ મંત્રાલયે કાશ્મીર પર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ઉશ્કેરણીજનક બિનજવાબદારીપૂર્વકના નિવેદનોની ઝાટકણી કાઢતા જણાવવામાં આવ્યું છે કે, ભારતના આંતરિક મામલામાં પાકિસ્તાને કોઇ દરમિયાનગીરી કરવી જોઇએ નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે આજે કહ્યું હતું કે, પાકિસ્તાનનો હેતુ માહોલ ખરાબ કરવાનો રહેલો છે તે આડેધડ અને બિનજરૂરી નિવેદન કરી રહ્યું છે. માહોલ ખરાબ કરવાના તેના પ્રયાસો સફળ રહેશે નહીં. કારણ કે દુનિયામાં મોટાભાગના દેશો પાકિસ્તાનની ચાલને સમજી ચુક્યા છે. દુનિયાને એવું દર્શાવવાના પ્રયાસ થઇ રહ્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ખરાબ થયેલી છે. ભારતના આંતરિક મામલામાં દરમિયાનગીરીના તેના પ્રયાસો થઇ રહ્યા છે. સ્થિતિ ખરાબ છે તે બાબત પૂરવાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. પાકિસ્તાન પર ભારતમાં હિંસા ભડકાવવાના પ્રયાસ કરવા અને જેહાદ છેડવાના પ્રયાસો કરવાનો આક્ષેપ ભારત દ્વારા કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાની નેતૃત્વ તરફથી ભારતના આંતરિક મામલાને લઇને બિનજવાબદારીપૂર્વકના નિવેદન કરવામાં આવી રહ્યા છે જેની અમે ટિકા કરીએ છીએ. ભારતમાં હિંસા ફેલાવવાના તેના પ્રયાસો સફળ રહેશે નહીં. પાકિસ્તાનને આ વાત સમજી લેવાની જરૂર છે કે, દુનિયાએ તેની ચાલને સમજી લીધી છે. હવે બિનજરૂરી હોબાળો મચાવવાથી કોઇ ફાયદો થશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો કરવાના બદલે પાકિસ્તાન દ્વારા સ્થિતિ ખરાબ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આતંકવાદને લઇને પાકિસ્તાનની ટિપ્પણી કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, તમામ લોકો જાણે છે કે, પડોશી દેશ આતંકવાદના સ્ટેટ પોલિસીરીતે ઉપયોગ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન ત્રાસવાદને સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરે છે. આજ કારણસર તેની હાલત ખુબ ખરાબ થયેલી છે. અમે પાકિસ્તાનને તેની ચિંતાથી સતત વાકેફ કરી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે, પાકિસ્તાન તેની જમીન ઉપર સક્રિય થયેલા ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરે. આતંકવાદી લીડરોને પકડીને તેમને યોગ્ય સજા કરે. આવી કાર્યવાહી કરવાની સ્થિતિમાં આતંકવાદ ઉપર બ્રેક મુકી શકાશે. જો પાકિસ્તાન વિશ્વસનીય પગલા લેશે તો સ્થિતિ સામાન્ય બનશે. પાકિસ્તાન દ્વારા ભારત આવતી જતી ફ્લાઇટો માટે પોતાના એર સ્પેશને બંધ કરવા સંબંધિત રિપોર્ટ અંગે કુમારે કહ્યું હતું કે, ઇસ્લામાબાદ દ્વારા એરસ્પેશને બંધ કરવાને લઇને કોઇ સત્તાવાર નિવેદન હજુ આવ્યું નથી. કુલભુષણ જાધવ કેસ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે રાજકીય ચેનલ મારફતે સંપર્કમાં છીએ. અમને પાકિસ્તાનના આગામી પગલાનો ઇંતજાર છે. અમે કોઇપણ શરત વગર પાકિસ્તાન સાથે કોન્સ્યુલર એક્સેસની માંગ કરી રહ્યા છીએ. કુલભુષણ જાધવના મામલે પણ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં પીછેહઠનો સામનો થોડાક સમય પહેલા કરવાની ફરજ પડી હતી. બિનજવાબદારીપૂર્વકના પાકિસ્તાનના નિવેદનથી સંબંધો સુધારવાના બદલે સંબંધો વધારે ખરાબ થશે. પાકિસ્તાનને આનાથી કોઇપણ પ્રકારના લાભ થનાર નથી. વિદેશ મંત્રાલય દ્વારા ખુબ જ સાફ શબ્દોમાં પાકિસ્તાનને કઠોર ચેતવણી પણ આપવામાં આવી હતી.