વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરાવી હતી. આ અભિયાનનું ઉદ્ધાટન કરતાં તેમણે કહ્યું છે કે, સ્વસ્થ દેશ બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં હોકીના જાદુગર મળ્યા હતા. હું તેમને નમન કરુ છું. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેલ્ધી ઈન્ડિયાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્પોટ્ર્સ મંત્રાલય અને યુવા વિભાગને અભિનંદન આપુ છું. જે પ્રમાણે તેઓ પર્ફોમ કરી રહ્યા છે તે જોઈને લાગતું નથી કે મારે ફિટનેસ વિશે ભાષણ આપવાની જરૂર છે. બોડિ ફિટ તો માઈન્ડ હિટ. ફિટનેસ માટે ઈન્વેસ્ટમેન્ટ ઝીરો થાય છે પરંતુ તેમાં રિર્ટન ૧૦૦% છે.
મોદીએ કહ્યું, ફિટનેસ એક જન આંદોલન બનવું જોઈએ. બેડમિન્ટન, કુશ્તી સહિત દરેક સ્પોટ્ર્સમાં આપણાં ખેલાડીઓ આપણને એક નવી આશા આપી રહ્યા છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનો સંદેશો છે. સ્પોટ્ર્સ પ્રતિ સારું માહોલ બનાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા તેનો લાભ મળતો દેખાઈ રહ્યો છે. ફિટનેસ એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરિયાત છે. આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ ફિટનેસ પર ભાર આપવામાં આવ્યું છે. આ આપણા જીવનનો હિસ્સો જ છે. આપમાં પૂર્વજોએ કહ્યું છે કે, વ્યાયામથી જ સ્વાસ્થય, લાંબુ આયુષ્ય અને સુખ મળે છે. સ્વસ્થ રહેવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. હવે સાંભળવા મળે છે કે, સ્વાર્થ પણ દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેથી સ્વાર્થથી સ્વસ્થ ભાવનું કાર્ય જરૂરી થઈ ગયું છે. અનેક દેશો ફિટનેસને લઈ મોટા અભિયાન ચલાવી રહ્યા છે. કેટલાક દેશોએ ફિટનેસને લઈ તેમનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે. નવા ભારતના નાગરિક પણ ફિટનેસ તરફ ધ્યાન આપે. સફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલાછે.વડાપ્રધાનના મત પ્રમાણે, ફિટનેસ પર ધ્યાન ન આપતા સમાજમાં એક ઉદાસી છવાઈ જાય છે. પહેલાં એક વ્યક્તિ દિવસમાં અમુક ચોક્કસ અંતર તો ચાલતો જ હતો. આધુનિક સાધનો અને ટેક્નોલોજીના કારણે શારીરિક ગતિવિધિઓ ઓછી થઈ ગઈ છે. ટેક્નોલોજી આજે આપણને જણાવે છે કે, આજે આપણે કેટલું ચાલ્યા. ઘણાં લોકો સ્વાસ્થય પ્રત્યે ખૂબ સતર્ક હોય છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેઓ રોજિંદા જીવન પર ધ્યાન જ નથી આપતા. ઘણાં લોકો આરામથી ખાત-ખાતા ડાયટિંગની વાતો કરે છે. ઘરમાં ફિટનેસ માટેનો સામાન હોય તો પણ તે અમુક દિવસોમાં તો એક રૂમમાં મુકી દેવામાં આવે છે. આજે દેશમાં ડાયાબિટીસ જેવી અમુક બીમારીઓ સતત વધી રહી છે. બાળકો પણ તેનાથી પીડિત થઈ રહ્યા છે અને યુવકોને ૪૦-૫૦ વર્ષની ઉંમરમાં એટેક આવી રહ્યા છે. આ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી બીમારીઓ છે. આપણે ડેઈલી રૂટીનમાં ફેરફાર કરીને આમાંથી બચી શકીએ છીએ. આ પરિવર્તન માટે પ્રેરિત કરવા જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ છે. વ્યાયામ અને ફિટનેસ રોજિંદા જીવનમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર દુનિયામાં તેની જરૂર વધતી જાય છે. પડોશી દેશ ચીન પણ હેલ્ધી ચાઈના ૨૦૩૦ પર કામ કરી રહ્યું છે.
સ્પોટ્ર્સ મંત્રાલયના પ્રસ્તાવ પ્રમાણે, અભિયાનના પહેલાં વર્ષમાં શારીરિક અને માનસિક સ્વાસ્થય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. બીજા વર્ષમાં પૌષ્ટિક ભોજન અને ખાવાની આદતો પર ધ્યાન આપવામાં આવશે. જ્યારે અભિયાનના ત્રીજા વર્ષમાં પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી અપનાવવા પર ભાર આપવામાં આવશે. ચોથા વર્ષમાં સ્વસ્થ જીવન શૈલીની આદતો, સ્વાસ્થય માટે અનુકૂળ ચીજ-વસ્તુઓ અને સેવાઓને આદતમાં સામેલ કરવામાં આવશે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ માટે અલગથી સચિવાલય બનાવવાનો પ્રસ્તાવ પણ છે.