સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ

535

ગુજરાતના જુદા જુદા ભાગોમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થયેલું છે. ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં થયો છે.

પાટણમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ભાગોમાં વરસાદ થયો છે તેમાં કચ્છ અને ભાવનગરનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકના ગાળા દરમિયાન વરસાદી માહોલ ગુજરાતમાં અકબંધ રહ્યો છે. જેસલમેર, ક્વોટા, ગુના, જમશેદપુર, દિધા મારફતે મોનસુન દરિયાઈ સપાટી ઉપર પસાર થઇ રહ્યું છે જેની અસર જોવા મળી રહી છે. મધ્યમથી ભારે વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકના ગાળા દરમિયાન ૧૬૯ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ નોંધાઈ ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૨૯મી ઓગસ્ટના સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૯ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં સાડા છ ઇંચ અને હારીજમાં સાડા ચાર ઇંચ વરસાદ થયો છે તે ઉપરાંત રાજ્યના ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદ થયો હોવ૩ાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભુજ તાલુકામાં ૧૬૪મીમી અને હારીજમાં ૧૧૨મીમી વરસાદ ખાબક્યો છે તે ઉપરાંત ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે.

જેમાં ઘોઘા ૭૨મીમી, ભચાઉમાં ૭૧મીમી, સમી અને ધોળકમાં ૬૨ મીમી, ઉપલેટામાં ૬૦ મીમી, કાલાવાડમાં ૫૪ મીમી, ધ્રાંગધ્રામાં ૫૩ મીમી, વડોદરામાં બાવન મીમી, શહેરામાં ૫૧ મીમી, દેત્રોજમાં ૪૬ મીમી, બેચરાજીમાં ૪૪ મીમી, ચાણસ્મામાં ૪૩ મીમી, માણવદરમાં ૪૨ મીમી, જોટાણામાં ૩૮ મીમી, દહેગામ અને ચુડામાં ૩૬ મીમી, તલાલા અને ચોર્યાસીમાં ૩૫ મીમી, લીંબડીમાં ૩૨ મીમી, વલસાડમાં ૩૧ મીમી, ધાનેરા અને જામનગરમાં ૩૦ મીમી, અંજાર અને ગણદેવીમાં ૨૯ મીમી, કડી અને ખેડબ્રહ્મામાં ૨૮ મીમી, ધોરાજી, માંગરોળ અને સુરત શહેરમાં ૨૭ મીમી, નખત્રાણા, વઢવાણ, હળવદ અને ઉમરપાડામાં ૨૬ મીમી અને ચીખલીમાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૪.૮૯ ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ ૧૧૨.૩૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭૫.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૪.૦૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૧.૫૯ ટકા ્‌ને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૦૭.૭૪ ટકા વરસાદ થઇ ચુક્યો છે.

ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં ૩૫ જળાશયો છલકાઇ ગયા

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે ૨૯મી ઓગસ્ટ સવારે ૮ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભારયા છે જ્યારે ૩૫ જળાશયો છલાયા છે. ૫૪ જલાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૫.૩૩ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળેલા અહેવાલમાં જણાવાયું છે. રાજ્યમં હાલ ૫૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૪૬૭૨૫, કડાણામાં ૮૪૫૨૨, ઉકાઈમાં ૭૦૭૬૩, વણાકબોરીમાં ૬૯૩૫૭, પાનમમાં ૬૧૪૮ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૮૨.૮૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૬.૨૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૪.૭૯ એમ રાજ્યમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૩.૮૯ ટકા એટલે કે ૪૧૧૩૫૮.૬૬ મીટર ઘનફૂટ પાણીનો જથ્થો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર બંધ પર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિશ્વના પ્રથમ વિશ્વના ૧૦૦ સ્થાનોમાં સમાવેશ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૩૪ મીટરના આંકડાને પાર કરી ગઈ છે. પ્રથમ વખત સરદાર સરોવર બંધમાં પાણીની સપાટી આ સ્તર પર પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે. આ સપાટીમાં આંશિક ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે.

Previous articleસફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલા છેઃ મોદી
Next articleબે ઑક્ટોબરે પીએમ અમદાવાદ આવશે