૨ ઓક્ટોબર ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે. મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ઓપન ડિફેક્શન ફ્રી ઈન્ડિયા કાર્યક્રમમાં શૌચમુક્ત ભારતની જાહેરાત કરશે. બીજી ઓક્ટોબરે પીવાના પાણી અંગેના રાષ્ટ્રીય મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા દિનની પણ ઉજવણી પણ થશે. ભારત સરકારે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઘાના અને ઇન્ડોનેશિયા સરકારોને આમંત્રણ આપ્યું છે. આ દેશોના પ્રતિનિધિ મંડળો પણ બીજી ઓક્ટોબરના રિવરફ્રન્ટના પ્રોગ્રામમાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે ગઈકાલે કેબિનેટ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન થયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા અન્ય રાજ્યોના સરપંચો અને કાર્યકરો આવશે. તેમજ ગુજરાતભરમાંથી ૧૦ હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો આવશે.અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો ૩૦ સપ્ટેમ્બરથી આવશે.
, જેમને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં પહોંચી ગુજરાતમાં શૌચમુક્ત મોડલ ગામોની તેમજ ગાંધી હેરિટેજ સાઇટ્સ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝિટ કરાવાશે.
અન્ય રાજ્યોના લોકો રિવરફ્રન્ટના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.