ચાલુ માસ દરમિયાન તાલુકા હેલ્થ કચેરી ગઢડ હસ્તક ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગઢડા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો બનાવી સધન ફીવર સર્વેલન્સ કામગીરી પોરાનાશક કામગીરી ક્લોરિન ટેબલેટ વિતરણ કામગીરી કલોરીનેશન કામગીરી હાથ ધરવામાં આવેલ હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ હોવાથી મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા ડેન્ગ્યૂ ચિકનગુનિયા નો ફેલાવો ન થાય તે માટે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘેર ઘેર ફરીને પાણીના પાત્રોની તપાસણી કરવામાં આવેલ જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા પાણી ભરેલા પાત્રોમાં એબેટ સોલ્યુશન દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવેલ મચ્છર ની ઉત્પતિ અટકાવવા પાણી ભરેલા પાત્રોને અઠવાડિયામાં એક વખત સાફ-સફાઈ અને હવાચુસ્ત ઢાંકણા થી ઢાંકવા તેમજ આખું શરીર ઢંકાય રહે તેવી સાઈઝ ના કપડા પહેરવા સાંજના સમયે બારી બારણા બંધ રાખવા મચ્છરદાની નો ઉપયોગ કરવા અંગેનો લોકોને માર્ગદર્શન અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ આ ઉપરાંત પાણી ભરેલા ખાડાઓમાં નેપસેક પંપ દ્વારા બી.ટી.આઈ અને એમ.એલ.ઓ.ની કામગીરી કરવામાં આવેલ તેમજ પાણી ભરાયેલા તળાવો ચેકડેમો નદી વગેરે જેવા સ્થળોએ આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની સધન કામગીરી હાથ ધરવામાં આવેલ ઉપરોક્ત તમામ કામગીરી માન્ય જિલ્લા વિકાસ અધિકારી તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અન્વયે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ ડી મકવાણા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પી કે ખાવડીયા આ માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ ઉપરોક્ત તમામ કામગીરી ગઢડા તાલુકાના તમામ આરોગ્યના અધિકારી કર્મચારી આશા બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.