જાફરાબાદ શહેરમાં પીપળીકાઠા વિસ્તારમાં આવેલ માચ્છિમારી બંદર જે અમરેલીજિલ્લાનું એક માત્ર અને સૌથી વધુ બોમ્બે ડક (બુમ્લા) માટેનું ગુજરાત રાજયનું સૌવથી મોટું બંદર છે. પરંતુ આ બંદર વિકાસના નામે શુન્ય જ કઠિ શકાય તેવી પરિસ્થિતિમાં જ છે. બંદર ઉપર કયાંય માચ્છિમારો માટે ટોઈલેટ કે અન્ય કુદરતી ક્રિયા માટે સુવિધા જ નથી. સૌથી મોટી વિલંબના તો એ છે કે સરકારને કરોડો રૂપિયાનું હુડિયામણ આપતા આ બંદર માચ્છીમારીનું હોવા છતાં એક પણ માચ્છી માર્કેટ જ નથી. માચ્છીમારોની મહિલાઓને ર થી ૩ કી.મી. માચ્છી માથે ઉપાડી અને જાફરાબાદ શહેરમાં વેચવા આવવું પડે છે. અને બંદર ઉપર રહેતાં માચ્છીમારોને તે માચ્છિ ખરીદવા માટે ત્યાં ચાલીને આવવું પડે છે. તો ફિશરીઝ કે કસ્ટમ તત્કાલ પીપળીકાંઠા બંદરમાં એક સુવિધા વાળી માચ્છી માર્કેટ બનાવે જેથી માચ્છિમારોને રાહત મળે આતો એવી કહેવત થઈ કે જે મારે તે જ પામે નહિં.