ભીમનાથ મહાદેવ હાઈસ્કૂલ મુકામે તાલુકા કક્ષાનો યુવકમહોત્સવ યોજાયો હતો જેમાં ધી ઝબુબા હાઈસ્કૂલ બરવાળાના વિદ્યાર્થીઓએ જુદી -જુદી સ્પર્ધાઓમાં નંબર મેળવ્યો હતો જેમાં સર્જનાત્મક કામગીરીમાં પ્રથમ નંબર લોખન્ડવાળા સકીના એમ. વકતૃત્વ સ્પર્ધામાં બીજો નંબર મકવાણા નયન વી. નિબંધલેખન સ્પર્ધામાં બીજો નંબર ઝાલા શિવરાજસિંહ એન. ભજન સ્પર્ધા માં બીજો નંબર બેલમ અનિલ જે. તબલાવાદન સ્પર્ધામાં બીજો નંબર ખોડદા પરેશ ડી. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં બીજો નંબર ધરજીયા હિતેશ એસ. ચિત્રકલા સ્પર્ધામાં ત્રીજો નંબર યાદવ યશ એમ. એ યુવામહોત્સવમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરી ધી ઝબુબા હાઈસ્કૂલનું ગૌરવ વધારવા બદલ શાળાનાં આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા