ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે ડો.સુનિલ દ્વિવેદી વર્તમાન સમયમાં કોમ્પ્યુટર મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કર્યા પછી કોમ્પ્યુટરની સીસીસી પ્લસ અને જે તે ખાતાને લગતી કોમ્પ્યુટરની પરિક્ષા કઈ રીતે પાસ કરવી અને કોમ્પ્યુટરનું મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલું છે ? અને તેની કેટલી જરૂરીયાત છે ? તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.