ઘોઘા તા.પં. સભામાં સરપંચોને પ્રશ્નો રજુ કરવાની તક અપાઈ

516

ઘોઘા તાલુકા પંચાયત ની ખાસ સામાન્ય તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં પ્રાંત અધિકારી ભૂમિકાબેન કારિયા, મામલદાર કિશોરભાઈ નારીયા તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન નૂરજહાબાનું મકવા,તાલુકા શિક્ષણ અધિકારી ડી.કે. ઉપાધ્યાય, નાયબ ટી.ડી.ઓ. દિલાવરસિંહ ઝાલા, વિસ્તરરણ અધિકારી મહેન્દ્રસિંહ ચુડાસમા, એ.ટી.ડી.ઓ. અનિરુદ્ધસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, તલાટી કમ મંત્રીઓ, વિવિધ શાખાના અધિકારીઓ, તાલુકા પંચાયત સ્ટાફના અધિકારીઓ કર્મચારીઓ  ઉપસ્થિત રહયા, ઘોઘા તાલુકાના ઇતિહાસ સવ પ્રથમ વખત તમામ સરપંચઓ ને સામાન્ય સભામાં પ્રશ્નો રજૂ કરવાની તક મળી, દરેક પ્રશ્નો નો જે તે ડિપાર્ટ મેન્ટ દ્વારા યોગ્ય જવાબ રજૂ કરવામાં આવ્યાં, પ્રાંત અને મામલતદાર દ્વારા સરકારના પ્રશ્નોની રજુવાત કરવા ખાતરી આપવામાં આવી, પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા સાથે રહી તાલુકા પંચાયત સદસ્યઓ,અને સરપંચઓ તાલુકા ના વિકાસ ના કામો કરવા જણાવ્યું, સામાન્ય સભામાં તાલુકાના જી.ઇ.બી, રેશન ને લગતા, શિક્ષણ ને લગતા,બેંકો ને લગતા,આરોગ્ય ને લગતા,પશુ આરોગ્ય ને લગતા,ફોરેસ્ટ ને લગતા, તાલુકા ના વિવિધ ડિપાર્ટ મેન્ટને લગતા પ્રશ્નો રજૂ થયા હતાં.

Previous articleઈંગ્લીશ દારૂ – બિયર ભરેલી ઈન્ડીકો કાર સાથે જાફરાબાદમાંથી ૧ ઝડપાયો
Next articleભાવનગરમાં  અમદાવાદના સુપર સ્પે. ડોકટરો દ્વારા મેગા મેડિકલ કેમ્પનું ૧પમીએ આયોજન