ભાવનગર જિલ્લાના મહુવાનગરના કૈલાસ ગુરૂકુળ ખાતે પૂ. મોરારિબાપુના આશિષ અને પ્રેરણા થકી સતત ઓગણીશમાં વર્ષે સંસ્કૃત સત્ર-૧૯નો કાર્યક્રમ યોજાશે. અઢી દિવસના આ સત્રમાં આગામી કેવડાત્રીજ, ગણેશ ચતુર્થી તેમજ ઋષી પાંચમ એમ સળંગ દિવસોમાં તા. ૧-ર-૩ સપ્ટેમ્બર (રવિ, સોમ, મંગળ) દરમિયાન આયોજીત સંસ્કૃત ભાષા અંગેના મહત્વપુર્ણ અવસરમાં કેન્દ્રીય વિષય આદિ શંકરાચાર્ય અંગે રાષ્ટ્રીય સંવાદ થશે. ઋષીપાંચમ (તા. ૩ને મંગળવાર)ના રોજ પુ. મોરારિબાપુ દ્વારા વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાન બલદેવાનંદ સાગરને આ વર્ષનો વાચસ્પતિ પુરસ્કાર તેમજ નીલાંજના શાહ (સંસ્કૃત સાહિત્યાના વિદુષી)ને ભામતી પુરસ્કાર અર્પણ કરીને વંદના કરવામાં આવશે. સંસ્કૃત, સંસ્કૃતિ અને સાહિત્ય – કલા માટે કેન્દ્ર બની ગયેલા મહુવાના કૈલાસ ગૃરકુળ ખાતે ગત વર્ષોમાં સંસ્કૃત સાહિતયમાં શિવ સંસ્કૃત મહાકાવ્યો, સંસ્કૃત નાટકો, પરમ તત્વની વિભાગના, શ્રીમદ ભાગવત, વૈદિક સંસ્કૃતિ, મહાભારતના પાત્રો, પ્રાદેશિક રામાયણો સંસ્કૃત સાહિતયમાં કથા, સંસ્કૃત લઘુકાવ્ય, ભગવદગીતા જેવા વિષયો પર અહીં વિદ્વાતજનોના પ્રવચનો થયા છે.
આ વર્ષના આદિ શંકરાચાર્ય વિષય અંતર્ગત રાષ્ટ્રીય સંવાદમાં ગુજરાત અને દેશના વિદ્વાનોના વ્યાખ્યાનો થશે. જેમાં તા. ૧ના પ્રારંભના દિવસે સવારની ૯.૩૦ થી ૧ર-૩૦ની સંગોષ્ઠિ-૧માં નગીનદાસ સંઘવી વિષય પરિકલ્પના બાંધી આપશે. ગૌત્તમ પટેલના સંકલનમાં શંકર દિગ્વિજય તળે શુચિત મહેતા અને બ્રહ્મ સુત્ર તત્વદર્શનનીવિજય પંડયા વાત કરશે. સાંજની ૩.૩૦ થી ૬.૩૦ની સંગોષ્ઠિ-ર વેળાએ અપોરક્ષાનું ભુતિ વિશે વિદપેશ્વરી પ્રસાદ મિશ્રા, કેનોપનિષદ ભાષ્ટ માટે દિલ્હીના પ્રકાશ પાંડે જયોર અલ્હાબાદના જટાશંકર તિવારી, શંકરાચાર્યના અધ્યાસવાદ વિશે રજુઆત કરશે.
તા. ર સોમવારનીસવારના ભાગની સંગોષ્ઠિ-૩ વેળાએ શાંકર ભાષ્ય : ચતુઃ સુત્રી વિષય તળે શ્વેતા જજુરકર, વિવેક ચુડામણિ વિશે ગૌતમ પટેલ તથા શંકરાચાર્યની સ્તોત્રધારા વિશે આર.કે. પાંડે વ્યાખ્યાન આપશે. આ સંગોષ્ઠિનું સંચાલન અમરેલીના વસંત પરીખ સંભાળશે. સાંજની ચોથી સંગોષ્ઠિ વિજય પંડયાના સંકલન તળે યોજાશે. જેમાં બ્રહ્મસુત્ર તર્કપાદ વિષય પર ગોદાવરીશ મિશ્રા, શંકરાચાર્યના શ્રૃતિતાત્યર્ય નિર્ણય વિષ પર વી. કુટુમ્બશાસ્ત્રી જયારે સામ્પ્રત સમયમાં શાંકર દર્શનનું મહત્વ વિષય પર એસ.આર. ભટ્ટ વાત કરશે.
ત્રીજા અને સમાપન દિવસે તા. ૩ને મંગળવારે ઋષી પાંચમના દિવસે વાચસ્પતિ પુરસ્કાર તથા ભામતી પુરસ્કારની અર્પણ વિધિ સવારે ૧૦.૩૦ થી ૧ર દરમિયાન થશે. આ પહેલા ૯.૩૦ થી ૧૦-૩૦ કલાકે શુચિતા મહેતાના સંયોજન તળે દિલ્હીના શશિપ્રભા કુમાર શંકરાચાર્ય અને વેશેષિક દૃશન વિષય અંતર્ગત પ્રવચન આપશે. આ સમગ્ર સત્રનું ટી.વી.ના તેમજ વેબસાઈડના માધ્યમથી જીવંત પ્રસારણ વિશ્વના ૧૭૦ દેશોમાં થશે. કાર્યક્રમમાં રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા સત્રના પ્રમુખ સંકલનકાર પ્રા. હરીશચંદ્ર જોશીની યાદીમાં જણાવાયું છે.