અમરેલી પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાય દ્વારા સમાજ માંથી દારૂની બદી નેસ્ત-નાબુદ કરવા દેશી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની વેચાણની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેના ઉપર સફળ રેઇડો કરી દારૂના વેચાણ સદંતર બંધ કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ગોઠવી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ તે અન્વયે મે.નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન મુજબ તા-૨૮/૦૮/૨૦૧૯ ના રોજ જાફરાબાદ પો.સ્ટે.ના પો.ઇન્સ. એલ.કે.જેઠવા તથા પો.સબ.ઇન્સ. વાય.પી.ગોહીલ તથા પોલીસ સ્ટાફે વઢેરા ચેક પોસ્ટે વાહન ચેકીંગ દરમ્યાન કુલ કિ.રૂ- ૧,૭૨,૦૫૦/- ના પ્રોહી મુદામાલની હેરા-ફેરી કરતા વિશાલભાઇ ભરતભાઇ શિયાળ ઉ.વ- ૨૦ ઈંગ્લીશ દારૂ- બિયરની બોટલો સહિત જથ્થા સાથે એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો સાદો કી-પેડ વાળો મોબાઇલ નંગ- ૧ કિ.રૂ- ૫૦૦/- એક ગોલ્ડન કલરની ટાટા કંપનીની માજા ઇન્ડીગો કાર રજી.નં- જીજે ૧૬ એપી ૦૦૦૨ કિ.રૂ- ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ- ૧,૭૨,૦૫૦/- ના પ્રોહી મુદામાલ પકડીપાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.