પત્નિ પર ફાયરીંગ કરનાર પતિને ઝડપી લેતી પોલીસ

531

ગઈકાલ તા-૨૮ ના નીલમબાગ પોલીસ સ્ટેશન વીસ્તાર મા આવેલ ઇસ્કોન મેગા સીટી હીમાલયા મોલ પાસે હથીયાર દ્વારા ફાયરીંગ કરી ગોળી મારી ઇજા કરી એક યુવતીની હત્યા કરવાની કોષીશ કરવાનો ગંભીર બનાવ બનેલ હોય અને નીલમબાગ પોલીસ સ્ટેશન ગુન્હો જાહેર થયેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પો.અધિ જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ  એમ.એચ.ઠાકરે તાત્કાલીક આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.રબારી સાહેબ તથા નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસોએ આરોપી પકડી પાડવા સઘન પ્રયાસો શરૂ કરેલ હતા દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે આરોપી અશોકભાઇ પ્રદિપભાઇ ચોઇથાણી ઉ.વ ૨૯ રહે આનંદનગર સ્વામીનારાયણ મંદીર સામે ભાવનગર વાળા મળી આવતા મજકુરને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછ-પરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા નીલમબાગ પોસ્ટેના ફાયરીંગના ગુન્હાના કામે તા-૨૮/૦૮/૨૦૧૯ કલાક-૨૨/૪૫ વાગ્યે ધોરણસર અટક કરેલ છે તેમજ ગુન્હામા વપરાયેલ દેશી તમંચો તપાસ અર્થે કબ્જે કરેલ છે જે ગુન્હાની તપાસ નીલમબાગ પોસ્ટેના પો.ઇન્સ જે.જે.રબારી સાહેબ ચલાવી રહેલ છે.

Previous articleમહુવા કૈલાસ ગુરૂકુળ ખાતે સંસ્કૃત સત્ર-૧૯નું આયોજન
Next articleપાણીયાળી કેન્દ્રવર્તી શાળા ખાતે ખેલમહાકુંભ યોજાયો