તળાજા પંથકમાં ૧૦૮ની ખુટતી સેવાથી ગ્રામ્ય પ્રજા પરેશાન

793
bvn2822018-7.jpg

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આપાતકાલીન ૧૦૮ની અપુરતી સેવાના કારણે ગામડાની જનતા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કેટલાક કિસ્સાઓમાં મહામુલા જીવ ગુમાવવાની સ્થિતી પણ સર્જાઈ રહી છે.
ભાવનગરના તમામ તાલુકાઓની તુલનાએ તળાજા તાલુકો વિસ્તાર અને જન સંખ્યાની દ્ર,્‌ટિએ સૌથી મોટો છે. પરંતુ આંતર માળખાકીય સવલતોનો સદંતર અભાવ હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે તલાજાના મુખ્ય અને અંતરીયાળ ગામડાઓને મુખ્ય મથક તતા હાીવેથી જોડતા નાના મોટા તમામ માર્ગો બિસ્માર હાલતમાં છે ઉપરાંત વિશાળ તાલુકો હોવા છતાં પૂરતી સંખ્યામાં ૧૦૮ મેડીકલ વાનની ફાળવણી કરવામાં નથી આવી ગામડાઓમાં દરરોજ નાની મોટી મેડકલ ઈમરજન્સી સર્જાય ત્યારે તત્કાલ સારવાર માટે લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. કારણ કે ૧૦૮ વાનની અછત હોય ૨થી વદુ સ્થળો પર વાન સમયસર પહોચી શક્તિ નથી જેના કારણે ગંભીર ઘટનાઓમાં દર્દીને સમયસર સારવાર મળવાના કારણે જીંદગીથી હાથ ધોવાની નોબત સર્જાય છે ૧૦૮ મેડીકલ વાનની વધુ ફાળવણી તથા મેડીકલ સ્ટાફ માટે જાગૃત ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર સાંસદથી લઈને સરકાર સુધી રજુઆતો કરી છે છતા પ્રશ્ન ઉકેલાયો નથી.

હાઈવેનું નવનિર્માણ 
સુવિધાના બદલે દુવિધા રૂપ..! 
ભાવનગરથી ગિર સોમનાથ દ્વારકાને જોડતા નેશનલ હાઈ-વે નં.૮ ઈનું નવનિર્માણ છેલ્લા ૨ વર્ષથી કરતા વધુ સમયથી ચાલી રહ્યુ છે નવા બની રહેલ રોડના કારણે હયાત રસ્તો સાંકડો અને હેવી ટ્રાફીકથી ભરચક્ક ૨૪ કલાક રહે છે પરિણામે પર્તિદિન ભાવનગરથી મહુવા સુધીના ૯૫ કિલોમીટરના રોડ પર નાના મોટા અકસ્માતો સર્જાય છે. રોડ બનાવવાની મંદ કામગીરી, હાલનો ખરાબ રોડ અને ભારે ટ્રાફીકના કારણે અકસ્માત કે તાત્કાલીક સારવારના કિસ્સામાં ૧૦૮ મેડીકલ વાન સમયસર પહોચી શક્તિ નથી પરિણામે દર્દી તથા અક્સમાતનો ભોગ બનેલ વ્યક્તિની જીંદગી દાવ પર લાગે છે આ રોડ પર નથી વધુ સંભવીત અકસ્માત ઝોન હોવા છતાં તંત્રએ સંભવીત દુર્ઘટનાને નિવારવા માટે કોઈ પણ પ્રકારના યોગ્ય ઉચીત પગલા લીધા નથી જે બાબત લોકોમાં ભારે ટીકા પાત્ર બની છે. સાથો સાથ લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે આ માર્ગ પર પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તથા ૪ જેટલી ૧૦૮, રૂટ પર ફાળવવામાં આવે અને ૩ પોઈન્ટ પર મેડીકલ સારવાર સેન્ટર ખોલવામાં આવે.

Previous articleફાગ પર્વને લઈને ખજુર, ધાણી, પતાસાનું વેચાણ
Next articleડોકટર દંપતીના ઘરે ચોરી કરનાર કામવાળી મુદ્દામાલ સાથે ઝડપાઈ