રશ્મી રોકેટ ફિલ્મના ફર્સ્ટ  લુકને લઇ ચાહકોમાં ચર્ચા

749

બોલિવુડ અભિનેત્રી તાપ્સી પન્નુ હાલના સમયમાં જુદા જુદા રોલ કરતી રહી છે. તેની  ઓળખ એક સારી અભિનેત્રી તરીકે થઇ ચુકી છે. તાપ્સી જુદી જુદી ભૂમિકા અદા કરવાના કારણે જાણીતી પણ થઇ છે. અક્ષય કુમાર અભિનિત ફિલ્મ મિશન મંગલમાં નજરે પડ્યા બાદ તાપ્સી હવે નવા લુકમાં નવી ફિલ્મમાં દેખાશે. મિશન મંગલમાં તાપ્સી વૈજ્ઞાનિક તરીકે દેખાઇ હતી. હવે તેની આગામી ફિલ્મ રશ્મી રોકેટમાં તે અલગ રોલમાં દેખાશે. ફિલ્મમાં ફર્સ્ટ લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા પણ છેડાઇ ગઇ છે. તાપ્સીએ આ ફિલ્મ માટે મોશન પોસ્ટર જારી કરી દીધા બાદ સોશિયલ મિડિયામાં તાપ્સીના ફેન્સમાં તેની ચર્ચા છે. ફિલ્મના નિર્દેશન તરીકે આકર્ષ ખુરાના છે. આકર્ષ દ્વારા તે પહેલા ઇરફાન ખાન, દુલકર સલમાન અને મિથિલા પાલકરની સાથે મળીને કારવા ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં તાપ્સી ગુજરાતના કચ્છ વિસ્તારમાં રહેનાર ગામની એક યુવતિની ભૂમિકા અદા કરી રહી છે. લોકો તેને રોકેટ તરીકે બોલાવે છે. મોડેથી તે એથલિટ તરીકે બની  જાય છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તાપ્સી મિશન મંગલ બાદ તેની અન્ય ફિલ્મ સાંડ કી આંખમાં નજરે પડવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં બંને અભિનેત્રી ૭૫ વર્ષની વયોવૃદ્ધ શુટરના રોલમાં નજરે પડનાર છે. તાપ્સી બોલિવુડમાં એક લોકપ્રિય અને ભારે માંગ ધરાવતી સ્ટાર તરીકે પોતાની છાપ ઉભી કરી ચુકી છે. તે ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-૨માં પણ દેખાઇ હતી. કોમર્શિયલ ફિલ્મની સાથે સાથે પડકારરૂપ રોલ ધરાવતી મહિલાપ્રધાન ફિલ્મોમાં પણ તે કામ કરી રહી છે.ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ચર્ચા છે.તાપ્સી હાલના સમયમાં મોટી ફિલ્મોમાં દેખાઇ છે.

Previous articleનિષ્કલંકના દરિયામાં આજે લાખો લોકો પવિત્ર સ્નાન કરશે
Next articleસેક્સી મૌની રોય ફિલ્મને લઇ ખુબ ઉત્સુક બની છે