ડોકટર દંપતીના ઘરે ચોરી કરનાર કામવાળી મુદ્દામાલ સાથે ઝડપાઈ

911
bvn2822018-8.jpg

શહેરના સરદારનગર વિસ્તારમાં દોઢ માસ પહેલા ડોકટર દંપત્તીના ઘરે દાગીના અને અમેરીકન ડોલરની ચોરી કરનાર ઘરની કામવાળીને એસ.ઓ.જી.ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે.
સરદારનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ ડોક્ટર કાંતાબેન વૈધ (ઉ.વ. ૭૮) તથા તેના જેઠ મનોજભાઇ વૈધ તેના દિકરા સમીર સાથે રહે છે અને તારીખ ૦૭/૦૧/૨૦૧૮ ના રોજ તેનો દિકરો તથા દિકરાની વહુ લગ્ન પ્રસંગ સબબ નડીયાદ ગયેલ હતા અને તારીખ ૦૩/૦૧/૨૦૧૮ ના રોજ પરત આવતા તેમને જાણવા મળેલ કે, તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા ઇમીટેશન દાગીના તથા રોકડા ૧૦૦૦ અમેરીકન ડોલર તથા ૨ ચાંદીના મોટા સિક્કા તથા કાંડા ઘડીયાળ તથા ૨ પરફ્યુમ બોટલ તથા મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ રૂપિયા ૯૬,૫૦૦/- તથા રોકડ ૧૦૦૦ અમેરીકન ડોલરની ચોરી થયેલ છે. જે બાબતે કાંતાબેન વિપીનભાઇ વૈધ રહે- લોટનં.૧૬૬૪ બી-૨/૧ સરદારનગર ભાવનગરવાળાઓ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવેલ હતી. ઉપરોક્ત ચોરીનો ભેદ શોધી કાઢવા આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને બાતમી હકિકત મળેલ હતી  કે, નીતાબેન બાંભાણીયા રહે. તિલકનગરવાળીએ કોઇ જગ્યાએ ચોરી કરેલ છે અને ચોરીનો મુદ્દામાલ હાલ પોતાના ઘરે રાખેલ છે. જે હકિકત આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે આરોપી સ્ત્રી નિતાબેન દિનેશભાઇ બાંભણીયા ઉ.વ. ૩૫ રહે. તિલકનગર પ્લોટ નંબર બી/૩૧ વિભાજી નાથાજી ચાવડાના મકાનમાં ભાવનગર વાળીના ઘરે તપાસ કરતા તે હાજર મળેલ અને તેના ઘરમાંથી  સોનાની લગડી વળીયાવાળી નંગ-૨ વજન ૨૯.૯૦૦ ગ્રામ કિ.રૂ઼.૭૫૦૦૦/-, સોનાની બુટી ઝુમર જોડ-૧ વજન ૭.૮૦૦ ગ્રામ કિ.રૂ઼. ૧૮૦૯૬/-, સોનાનું પ પેંન્ડલ-૧ વજન ૧.૬૦૦ ગ્રામ કિ.રૂ઼ ૨૩૫૬/-, ચાંદીના લક્ષ્મીજી નો સિક્કો-૧ વજન ૫.૦૦ ગ્રામ કિ.રૂ઼ ૨૫૪૬/-, ઇમીટેશન ઘરેણા અલગ અલગ આકારના કિ.રૂ઼ ૮૦૦૦/-, બે લેડીઝ ઘડીયાળ કિ.રૂ઼ ૫૦૦/-, ૧૦૦૦/- અમેરીકન ડોલર,મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ઼. ૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૫,૩૪૨/- નો મુદ્દામાલ તથા ૧૦૦૦ અમેરીકન ડોલર કબ્જે કરવામાં આવેલ હતો અને હાજર મળેલ સ્ત્રી નીતાબેનની પુછપરછ કરતા તેને હકિકત જણાવેલ કે, પોતે ફરિયાદી કાંતાબેન વૈધને ત્યા ઘરકામ કરે છે. અને દોઢેક મહિના પહેલા સમીરભાઇ તથા તેના પત્નિ રૂપાબેન લગ્નપ્રસંગ સબબ નડીયાદ ગયેલ હતા ત્યારે નીતાબેન તથા મનોજભાઇ ઘરે એકલા હતા અને તકનો લાભ લઇ પોતે ઘરમાંથી ચોરી કરેલ હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગ્ધીરસિંહ ઝાલા નિતિનભાઇ ખટાણા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા

Previous articleતળાજા પંથકમાં ૧૦૮ની ખુટતી સેવાથી ગ્રામ્ય પ્રજા પરેશાન
Next articleશહિદ થયેલ રામભક્તોને વિહિપ દ્વારા શ્રધ્ધાંજલી