ભરૂચના શેરપુરા રોડ પર આવેલી આશિયાનાનગર સોસાયટીના રહેવાસી સલાઉદીન અયુબ હસન પટેલ(૨૦) વર્ષ અને ફરહાન મહમદઅલી સરોદવાલા(૨૨) ગુરૂવારે મોડી રાત્રે ૧૨ વાગ્યે બાઇક પર જઇ રહ્યા હતા. આ સમયે રોડ પરના ખાડા અને કપચીને કારણે બાઇક સ્લીપ ખાઇ ગઇ હતી. જેથી બંને યુવાનો રોડ પર પટકાયા હતા. અને સામેથી આવી રહેલા ડમ્પર નીચે આવી ગયા હતા. જ્યાં ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.શેરપુરા રોડ ઉપર મસમોટા ખાડાને લીધે અવારનવાર અકસ્માતોમાં વાહન ચાલકો મોતને ભેટતા હોય છે. જેના કારણે સ્થાનિક લોરોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.