ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોધરાકાંડમાં શહિદ થયેલ રામભક્તોને શ્રધ્ધાંજલી અપાઈ હતી. શહિદોની ૧૬મી વરસી નિમિત્તે જશોનાથ સર્કલ ખાતે શિવમંદિર ખાતે દિવડા પ્રગટાવી આરતી ઉતારી ટ્રેનમાં પ૮થી વધારે ભડથુ થઈ ગયેલા રામભક્તોની આત્માને શાંતિ મળે તે માટે શાંતિ પ્રાર્થના કરાઈ હતી. જેમાં જિલ્લા મંત્રી અરવિંદભાઈ રાઠોડ, કિરીટભાઈ મિસ્ત્રી સહિતના કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.