શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી તથા સદસ્યોને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના અધ્યક્ષ મહેશભાઈ મોરીએ શિક્ષકોના પડતર પ્રશ્ને ૧૦ મુદ્દાની યાદી આપી છે. જેમાં સીપીએફના ખાતા ખોલવા કાર્યવાહી કરવામાં આવે. એલટીસીના બાકી બીલોની સત્વરે ચુકવણી તથા નવી મંજુરી પ્રક્રિયા હાથ ધરવા, સીપીએફ સ્લીપ વર્ષ-ર૦૧૬-૧૭ની સુધારેલી યાદી પ્રાપ્ત થાય, સાતમાં પગાર પંચનું એરિયર્સ ઝડપથી આપવામાં આવે, ૧ થી ૩ પગાર ધોરણના એરિયર્સ આપવા, ફરજ નિવૃત્ત શિક્ષકોને રજાની રકમ રોકડમાં તથા ગ્રેજ્યુટીની રકમ આપવામાં આવેલ. એચ-ટાટ મ.શિ.નું સિનિયોરીટી લિસ્ટ જાહેર કરો. એચ-ટાટ સીધી ભરતીનો પ્રોબેશનલ પિડીયર પૂર્ણ થતા નિયમિત થયાનો હુકમ જાહેર કરવા ૩-૩-૧૮ની સ્થાનિક રજાઓ જાહેર કરવા અને એનએએસમાં ફરજ બજાવેલ. શિક્ષકોને વળતર રજા આપવા અંગેની રજૂઆતો કરવામાં આવી છે.