ભાજપમાં ના ફાવ્યું..!! ૨ દિવસ બાદ  સોલંકીએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો

790

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનારી છે, ત્યારે અત્યારથી જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એક્ટિવ થઇ ગયા છે. સામાન્ય રીતે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ, કાર્યકરો, મંત્રીઓ છોડીને ભાજપમાં જતા જોયા હશે, પરંતુ મહેસાણાના ન.પા.માં કંઇક અલગ ચિત્ર જોવા મળ્યું હતું. મહેસાણા ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ સોલંકી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે મહેસાણા ન.પા.ના ૨૩ સભ્યો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મહેસાણાના નગરપાલિકાના જે ૨૩ સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે તે થોડા સમય અગાઉ જ ભાજપમાં જોડાયા હતા. આ ૨૩ સભ્યોએ ડે.સીએમ નીતિન પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. પરંતુ ભાજપમાં તેમને ફાવ્યું ન હોય કે તેમની ઇચ્છાઓ પુરી ના થઇ હોય તેમ ૨ દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારબાદ તેમણે કહ્યું કે, અમે ગ્રાન્ટ માટે નીતિન પટેલ પાસે ગયા હતા પરંતુ ત્યાં અમારી કોઇ ઇચ્છા પુરી થઇ નહોતી. મહેસાણા ન.પા. કોંગ્રેસની છે અને કોંગ્રેસની જ રહશે.

મહેસાણા ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે હું મારા પોતાના ઘરે છું. અમે ગ્રાન્ટ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ત્યાં ગયાં હતા. થોડા સમય આગાઉ ભાજપનો ભગવો પણ ધારણ કર્યો હતો. પરંતુ ત્યાં અમારી વાત બની નહોતી. પરંતુ હવે દાવા સાથે કહીએ છીએ કે, મહેસાણા નગરપાલિકા કોંગ્રેસની જ છે અને રહેશે.

કોંગ્રેસના અમિત ચાવડાએ ૨૩ સભ્યોનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, ચૂંટાયેલા નેતાઓને તોડવા પ્રયાસ થઈ રહ્યા છે. તેઓ અમારા નેતાઓને ગ્રાન્ટ માટે બોલાવી ભાજપનો ખેસ પહેરાવાય છે. સ્થાનિક સ્વારાજ્ય ની સંસ્થા માં વિકાસ કામો અટકાવવા આવે છે. સત્તા ના જોરે ભાજપમાં જોડાવામાં આવી રહ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશ્રાવણ માસનાં છેલ્લા દિવસે સોમનાથમાં શ્રદ્ધાળુ ઉમટ્યા