ખસ ગામે હડકાયા કુતરાનો આતંક ધોળા દિવસે બજારો સુમસામ બની

622

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની વસ્તી ૭૦૦૦ થી પણ વધુ છે આ ગામમા છેલ્લા બે દિવસથી હડકાયા કુતરાઓએ ૨૦ થી વધુ લોકોને કરડતા ગામ આખુ આ કુતરાઓએ બાનમા લીધુ છે ધોળા દિવસે પણ ગામની બજારો સુમસામ બની ગઈ છે. અને આ કુતરા કરડતા લોકો સારવાર માટે બોટાદની હોસ્પીટલે જતા ત્યાં હડકવા માટેની આપવામા આવતા ઈન્જેક્શન ન હોવાના લીધે આ તમામ લોકોને ભાવનગરની સર.ટી હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા.

આ અંગે ખસ ગામના સરપંચ છનાભાઈ પરમાર અને આગેવાન બળવંતસિંહ દાયમાએ જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાનુ ખસ ગામે છે આ ગામમા હાલ ભયનો માહોલ છે. અને છેલ્લા બે ત્રણ દિવસથી હડકાયા કુતરાઓએ આ ગામને બાનમા લીધુ છે. આ ગામના રેઢીયાર ૮ થી ૧૦ પશુઓને હડકવા થયો હતો અને હાલમા છેલ્લા બે ત્રણ દિવસથી ગામના કુતરાઓને હડકવા ઉપડતા ગામના ૨૦ થી ૨૫ લોકોને આ કુતરા કરડતા આ તમામ લોકોને વારાફરતી સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પીટલ ખાતે લઈ જતા આ દવાખાનામા હડકવા વિરૂધ્ધ ની રસી ન હોવાથી તમમાને ભાવનગરની સર.ટી હોસ્પીટલ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. આ મુદ્દે ગામના સરપંચ અને બળવંતસિંહ તાત્કાલિક સોનાવાલા હોસ્પીટલ ખાતે દોડી જઈ ત્યાં હાજર ડોક્ટર એન.કે.પરમારને આ તમામ દર્દીઓને ભાવનગર મોકલવાનુ સુ કારણ તો ડોક્ટરે જણાવેલ કે હડકાયુ કુતરૂ કરડે તે માટેનુ જે ઈન્જેક્શન (રસી) આવે તે આ દવાખાનામા નથી માટે તમામ દર્દીઓને ભાવનગરની હોસ્પીટલે ખસેડવામા આવ્યા છે. ત્યારબાદ આ બન્ને લોકોએ જીલ્લા આરોગ્ય અધીકારી જયંત પટેલને મળી વહેલીતકે આ ઈન્જેક્શન (રસી) બોટાદની સોનાવાલા હોસ્પીટલમા મળી રહે તે માટેની રજુઆત કરી હતી જેથી કરી આ ગામડાના લોકોને ભાવનગર જેટલે દુર જવુ ન પડે અને મોધાભાવની દવાઓના ખર્ચ ન થાય અને લોકોને સારવાર વહેલીતકે મળી રહે તેમ જણાવ્યુ હતું. હડકાયા થયેલા  કુતરાઓએ ગામને બાનમા લીધુ હતુ જેના લીધે બજારો સુમસામ જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ દફતર સાથે લાકડી લઈ સ્કુલે જવા મજબુર બન્યા છે.

Previous articleગોપનાથ ખાતે લોકમેળો યોજાયો
Next articleરાણપુરના દેવગાણા ગામે દરબાર યુવા ગૃપ દ્વારા વૃક્ષા રોપાણ કાર્યક્રમ યોજાયો