બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવગાણા ગામે દરબાર યુવા ગૃપ દ્વારા નાનકડા એવા દેવગાણા ગામને દત્તક લીધી છે અને દેવગાણા ગામ ને ઉજ્જવળ અને હરિયાળુ બનાવવા માટે પોતાના સ્વખર્ચે ગામમાં વૃક્ષો રોપાણ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દેવગાણા ગામ ફરતે વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપાણ કરી તમામ વૃક્ષો ઉપર પાંજરા મુકી તેને ઉછેરવાની દરબાર ગૃપના યુવાનોએ નેમ લીધી હતી.એક લાખ રૂપિયાના સ્વખર્ચે પોતાના ગામ માટે આવુ ભગીરથ કાર્ય કરવા બદલ ગામ લોકો આ યુવા ગૃપ ને બિરદાવી રહ્યા છે.આ દરબાર ગૃપના આગેવાન દિગુભા ચુડાસમા, મયુરસિંહ,િ વક્રમસિંહ, જગદિશસિંહ, હરદિપસિંહ, મહિપાલસિંહ, કુલદીપસિંહ, રવીરાજસિંહ, મિલરાજસિંહ, પ્રતિપાલસિંહ સહીત દરબાર યુવા ગૃપના સભ્યોએ દરેક ઝાડ ઉછેરવાની નેમ સાથે આવનારા દિવસોમાં દેવગાણા ગામને લીલી હરિયાળી ફેલાવતુ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.