સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ લોકમેળો યોજાયો હતો. સિહોર નગરપાલિકા આયોજિત આ લોકમેળામાં શિહોર સહિત આજુબાજુ પંથકોમાંથી માનવ મહેરામણ ઉમટી પડયા હતા ત્યારે નવનાથ માનાં એક એવા કામનાથ મહાદેવ ,રાધાકૃષ્ણ મંદિર ,જોડનાથ મહાદેવ તથા કુઈવાળી મેલડીમાં તથા સાઈબાબાના મંદિર ખાતે પણ ભગવાનને અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા હતા ત્યારે શ્રાવણ ના છેલ્લા દિવસે ભક્તજનો દ્વારા પીપળે પાણી રેડી પિતૃઓને પાણી પાઇ તૃપ્ત કરવાની પણ પરંપરા જોવા મળી હતી ત્યારે આ મેળામાં વિવિધ પ્રકારના રમકડાં ખાણીપીણી સહિત સ્ટોલ સાથે નાના મોટા વહેપારીઓ ગ્રાહકો આકર્ષવા સ્ટોલો તૈયાર કર્યા હતા ત્યારે અત્યાર સુધીમાં પ્રથમ વખત આ નગરપાલિકા આયોજીત લોકમેળામાં મોટી એલઈડીસ્ક્રીન શાન સાઉન્ડ દ્વારા ગોઠવવામાં આવી હતી ત્યારે બીજી બાજુ અદ્યતન ટેકનોલોજી વાળી સાઉન્ડ સિસ્ટમ થી લોકોને જકડી રાખ્યા હતાં. સવારથી સાંજ સુધી જામેલા મેળામાં કોઈ પણ પ્રકારની અગવડ કે લોકોને તકલીફ ન પડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે સિહોર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બ્રહ્મકુંડના ભાતીગળ લોકમેળામાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં.