ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કોટીક્સ પદાર્થોની હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે શાખાના એસ.એન.બારોટની રાહબરી નીચે પોલીસ કોન્સ. બાવકકુદાન ગઢવીને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે ઘોઘારોડ, ગૌશાળા પાછળ, એકલવ્ય સોસાયટી પાસે લક્ષમીનગર-૨ ખાતે રહેતા અક્ષય ઉર્ફે લાપસી ગણપતભાઇ વાઘેલાના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી સુકો ગાંજોનો છુટક જથ્થો તથા પેકેટ નંગ-૩૪ મળી આવેલ જે તમામ ગાંજાનો જથ્થો કબ્જે કરી મજકુર આરોપી સામે એનડીપીએસ એક્ટ તળે એસ.ઓ.જી.ના હેડ કોન્સ. યુસુફખાન અનવરખાન પઠાણે ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. મજકુર આરોપીની પુછપરછમાં પોતે પકડાયેલ ગાંજાનો જથ્થો સુરત ખાતે રહેતા હિન્દી ભાષી યુવાન સમીર નામના માણસ પાસેથી લાવેલ હોવાની હકિકત જણાવેલ છે. આ સમીરની પકડી પાડવા માટે એસ.ઓ.જી. પોલીસ તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનની એક ટીમ સુરત ખાતે રવાના થયેલ છે.