શહેરના આખલોલ મહાદેવ, ચાવડીગેટ ખાતે લોકમેળા યોજાયા

596

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવ્સે આજે ભાદરવી અમાસના દિવસે ગોહિલવાડમાં વિવિધ જગ્યાઓએ લોકમેળા યોજાય છે. જેમાં ભાવનગર શહેરના છેવાડે આવેલા પ્રસિધ્ધ આખલોલ મહાદેવ મંદિરે સવારે લોકમેળો યોજાયો હતો. જયાં શહેરના તેમજ આસપાસના ગ્રામ્ય પંથકના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. અને દર્શનની સાથો સાથ લોકમેળાનો પણ આનંદ માણયો હતો. જયારે સાંજના સમયે વડવા, ચાવડીગેટ ખાતે પણ પરંપરાગત ભાદરવી અમાસ નિમિત્તે લોકમેળો યોજાયો હતો. જેમાં બાળકો માટે વિવિધ રાઈડ્‌સ, રમકડાના સ્ટોલ તથા ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરાયા હતાં. અલકા સિનેમાંથી ચાવડીગેટ સુધીના મેળામાં મોટી સંખયામાં લોકો ઉમટી પડ્યા હતાં. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  તસવીર : મનીષ ડાભી

Previous articleક્રિમિયન કોન્ગો હેમરેજીક ફીવર નામનાં રોગ સામે જનજાગૃતિ ઝૂંબેશ શરૂ કરાઈ
Next articleગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી ભાવનગર એસઓજી