પવિત્ર પર્યુષણ પર્વના પાંચમાં દિવસે કલ્પસુત્રના વાંચનમાં પ્રાયુ મહાવીર જનમકલ્યાણ વાંચન દિવસ છે. પ્રભુનો જન્મ દિવસ નથી. ભારતભર સહિત આજે પાલિતાણા ખાતે જુના મંદિરમાં સુંદર આંગી રચના અને માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્ન (૧) હાથી, (ર) વૃષભ (બળદ), (૩) સિંહ, (૪) લક્ષ્મીદેવી, (પ) પુષ્પ માળા, (૬) ચંદ્ર, (૭) સુર્ય, (૮) ધ્વજા, (૯) કલશ, (૧૦) પદ્ય સરોવર, (૧) રત્નાકર, (૧ર) વિમાન, (૧૩) રત્નનો ઢગલો, (૧૪) ધુમાડા આ ચૌદ સ્વપ્ન માતા ત્રિશલાએ જોયા છે. આમ, આ સ્વપ્નાના પ્રતિક રૂપ સુપન ઉતારી ભક્તો ધન્યતા અનુભવે છે. ધોરડા પારણુ આસ્થાભેર ઝુલાવે છે. શ્રીફળ વધરેીમ હાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરાઈ હતી.