મહુવા તાલુકાના દયાળ ગામ નજીકર તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસનો મેળો ભરાયો હતો જેમાં બાળકો અને યુવાનો સમુદ્રમાં સ્નાન કરતા હતા ત્યારે દયાળ ગામની બે બાળાઓ સમુદ્રમાં જોતજોતામાં ગરકાવ થઇ ગઇ હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે એક બાળકીને બચાવવામાં સફળતા મળી હતી જ્યારે નીલોફર મનુભાઈ પીઠડીયા ઉંમર ૧૩ વર્ષ ગામ દયાળ સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ હતી સ્થાનિક લોકો અને દાઠા પી.એસ.આઇ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડ અને તંત્રને જાણ કરતા એક બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી ે દાઠા પીએસઆઇ ગોહિલ સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બપોરના ર : ૩૦કલાકે મુન્નાભાઈ ની બંને છોકરીઓ સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી જેમાં એકને બચાવી લેવામાં સફળતા મળી હતી જ્યારે બીજી છોકરી ની લાશ મળી છે મહુવાના ટીડીઓ અને તરવૈયાઓની ટીમ ને દાઠા પીએસઆઇ તાકીદે બોલાવી લીધી હતી મુન્નાભાઈ પીઠડીયા દયાળ ગામના રહેવાસી છે અને આજે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો જેમાંવ્યાપાર કરવા માટે આવેલા હતા નાનકડા એવા દયાળ ગામમાં અરેરાટી મચી ગઈ હતી સમસ્ત ગામ હિબકે ચડયું હતું.