પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઠીકરીયાળી ગામે રહેતા અને ખેતી કામ કરતા પ્રવિણભાઇ વાલાભાઇ કોળીનો પુત્ર પ્રિન્સ મંગળવારે રાત્રે દાદા વાલાભાઇ સાથે વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસે આવેલ સુવિખ્યાત દેવાબાપાની જગ્યામાં ભજનમાં ગયો હતો. ત્યારે માસુમ પ્રિન્સને બે શખ્સો લલચાવી ફોસલાવી ઉઠાવી ગયા હતાં.
થોડા સમય બાદ માસુમ પૌત્ર પ્રિન્સ નજરે ન પડતા દાદા વાલાભાઇ કોળીએ આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ પ્રિન્સનો પતો ન લાગતા આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા માસુમ પ્રિન્સને બે શખ્સો લલચાવી ફોસલાવી લઇ જતા નજરે પડ્યા હતા. તેમજ આ બંન્ને શખ્સો લઇ જતા હતા ત્યારે તેની બાજુમાં જામનગર પાસીંગની એક કાર જોવા મળી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
અપહૃત પ્રિન્સના પિતા ખેતી કામ કરે છે અને તેને કોઇની સાથે માથાકુટ કે દુશ્મનાવટ હોય તેવું તપાસમાં બહાર આવેલ નથી. માસુમ પ્રિન્સનું ક્યાં હેતુથી અપહરણ કરાયું હતું? અને શા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.