ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટિર સ્થિત સ્વામી ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં આવેલા એમ્બ્રોઇડરીના બંધ કારખાનાના પહેલા માળે જુગાર રમતા બે કારખાનેદાર સહિત ૯ યુવાનોને ખટોદરા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.૧.૨૪ લાખ અને ૧૦ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખટોદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગુરૂવારે મધરાતે ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટિર સ્થિત સ્વામી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોઇડરીના ખાતા નં.૩૯ના પહેલા માળે છાપો માર્યો હતો. પોલીસે બંધ ખાતામાં જુગાર રમતા કારખાનેદાર ઉદયભાઈ હીરજીભાઈ પટેલ ( ઉ.વ.૩૪) (રહે. નવકાર રેસિડેન્સી, પાસોદરા પાટીયા, કામરેજ, સુરત) ,હર્ષીલ જયેશભાઈ પટેલ ( ઉ.વ.૩૦) (રહે. ગોપાલ નગર, પાંડેસરા, સુરત), નોકરી કરતા કલ્પેશ માધુભાઈ પટેલ (ઉ.વ.૪૨) (રહે. શ્રદ્ધા સબુરી એપાર્ટમેન્ટ, ગોપાલ નગર, પાંડેસરા, સુરત), હાર્દિક મહેન્દ્રભાઈ પંચાલ (ઉ.વ.૩૩) (રહે.શ્રીરામ એપાર્ટમેન્ટ, રણછોડ નગર, ઉધના સિટીઝન કોલેજ પાસે, સુરત), જય સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૫) (રહે. જી સંકુલ, બમરોલી રોડ, પાંડેસરા, સુરત), કિશનકુમાર જયંતીભાઈ પટેલ (ઉ.વ.૨૮) (રહે. ઉમિયા નગર, ખારવાસા રોડ, ડીંડોલી, સુરત), સુનિલ બાબુભાઈ પટેલ (ઉ.વ.૩૨) (રહે. ગોપાલ નગર, પાંડેસરા, સુરત), ધર્મેશ દશરથલાલ પટેલ ( ઉ.વ.૩૫ ) (રહે. ગોપાલ નગર, પાંડેસરા, સુરત) અને ગીનીશ બાબુભાઈ પટેલ (ઉ.વ.૨૮) (રહે. સાઈબાબા નગર સોસાયટી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત)ને ઝડપી લીધા હતા.