મોદી સરકારની કાશ્મીરીઓને ભેટ, હવે કાશ્મીરમાં પણ દોડશે મેટ્રો  ટ્રેન

418

કલમ ૩૭૦ નાબુદ થયા બાદ સરકાર હવે કશ્મીરીઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. થોડા જ વર્ષોમાં કશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે.

વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ૨૦૨૦ સુધી શ્રીનગરમાં કામ શરૂ થઇ શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ સમગ્ર પ્રોજેક્ટ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

મળતી માહિતી મુજબ શ્રીનગરમાં બનનાર મોટ્રો ટ્રેકની લંબાઈ ૨૫ કિલોમીટર હશે. જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેને કૉરીડોર ૧ અને કૉરીડોર ૨ નામ આપવામાં આવશે. એક કૉરીડોર એટલે ૧૨.૫ કિમીના ટ્રેકમાં ૧૨ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મલતબ સ્પષ્ટ છે કે, બન્ને કૉરીડોરમાં ૨૪ રેલવે સ્ટેશન બનશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમા બે સ્ટેશન વચ્ચે અંદાજીત બે કિલોમીટરનું અતર છે. કોઈ જગ્યાએ દોઢ કિલોમીટર પણ છે.

Previous articleશહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રી ભારે પવન સાથે અનેક વિસ્તાર ધોધમાર વરસાદ
Next articleકાશ્મીરમાં અનેક આતંકવાદીઓ ઘુસી ગયા : પોસ્ટર લગાવી ધમકી